UP By Election Exit Poll : ઉત્તર પ્રદેશની 9 સીટો પર કોણ આગળ? જાણો શું કહે છે એક્ઝિટ પોલ?
UP by poll Exit Poll Result 2024 : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી સાથે સાથે ઉત્તર પ્રદેશની 9 સીટો પર પેટા ચૂંટણી યોજાઈ છે.
યુપીની ચૂંટણીમાં મોટા વિવાદો વચ્ચે એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. અહીંની 9 સીટો પર બીજેપી અને સમાજવાદી પાર્ટીએ પુરી તાકાત લગાવી દીધી છે.

ઉત્તર પ્રદેશની જે 9 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી થઈ રહી છે તેમાં ફુલપુર, ગાઝિયાબાદ, મઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, કટેહારી, કરહાલ અને કુંડારકી સામેલ છે.
2022ની ચૂંટણીમાં આ બેઠકો પર 62.14 ટકા મતદાન થયું હતું અને અહીં સપાએ ચાર બેઠકો કબજે કરી હતી. ભાજપે ત્રણ બેઠકો, આરએલડીએ એક બેઠક અને નિષાદ પાર્ટીએ એક બેઠક જીતી હતી. તમામ લોકોની નજર એક્ઝિટ પોલ પર છે.
મેટ્રિઝે યુપી પેટા ચૂંટણી માટે એક્ઝિટ પોલ જારી કર્યો છે. મેટ્રિસ એક્ઝિટ પોલ અનુસાર, એનડીએને સાત બેઠકો મળી શકે છે. બે સીટો ઈન્ડિયા એલાયન્સના ખાતામાં જઈ શકે છે.
આ સિવય ટાઇમ્સ નાઉ JVC એ યુપી પેટા ચૂંટણીને લઈને પણ તેનો એક્ઝિટ પોલ જારી કર્યો છે. તેમાં ઈન્ડિયા એલાયન્સને ત્રણ અને એનડીએને 6 બેઠકો મળી શકે છે.
ઝી ન્યૂઝ એક્ઝિટ પોલ અનુસાર, એનડીએને પાંચ સીટો મળી રહી છે અને ઇન્ડિયા એલાયન્સને ચાર સીટો મળી શકે છે.
જણાવી દઈએ કે, યુપીની 09 સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે ત્યાં કુલ 3435974 મતદારો છે. 11 મહિલાઓ સહિત 90 ઉમેદવારો મેદાનમાં છે.












Click it and Unblock the Notifications
