For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી પેટાચૂંટણીમા ફરીથી છવાયા પીળી સાડીવાળા ચૂંટણી અધિકારી, અહીં કરશે ડ્યુટી

લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર પીળી સાડીવાળી મહિલા ચૂંટણી અધિકારીનો ફોટો વાયરલ થયો હતો જે અત્યારે પણ ચર્ચામાં છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર પીળી સાડીવાળી મહિલા ચૂંટણી અધિકારીનો ફોટો વાયરલ થયો હતો અન જોતજોતામાં આ મહિલા અધિકારી એકવાર ફરીથી ફેસબુક-ટ્વિટર પર છવાઈ ગયા છે. વળી, યુપી વિધાસભા ચૂંટણી દરમિયાન પણ આ મહિલા અધિકારી એક વાર ચર્ચામાં છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં રીના દ્વિવેદી લખનઉમાં કૃષ્ણાનગરના મહાનગર ઈન્ટર કોલેજમાં ડ્યુટી કરશે.

ફરીથી ચર્ચામાં છે પીળી સાડીવાળા મહિલા

ફરીથી ચર્ચામાં છે પીળી સાડીવાળા મહિલા

પોલિંગ ઓફિસર તરીકે રીના દ્વિવેદી જ્યારે રમાબાઈ મેદાનમા ઈવીએમ કિટ લેવા પહોંચ્યા તોતે આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યા. લોકો તેમના સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા. લોકસભા ચૂંટણી દરમિયાન રીના દ્વિવેદી સમાચારોમાં છવાયા હતા જ્યારે તે પીળી સાડીમાં ચૂંટણી ડ્યુટીમા જવા માટે ઈવીએમ કિટ લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ તે એટલા ફેમસ થયા કે સોશિયલ મીડિયા પર લોકો તેમને પીળી સાડીવાળા મેડમ કહેવા લાગ્યા.

લખનઉમાં કરશે ડ્યુટી

લખનઉમાં કરશે ડ્યુટી

તમને જણાવી દઈએ કે રીના દ્વિવેદી લખનઉમાં પીડબ્લ્યુડી અધિકારી તરીકે તૈનાત છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેમનો પીળી સાડીવાળો ફોટો ચર્ચાઓમાં રહ્યો હતો. લોકોએ તેમની સુંદરતાની ખૂબ પ્રશંસા કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયામાં કહેવાવા લાગ્યુહતુ કે રીના મિસ જયપુર પણ રહી ચૂક્યા છે, જેનુ તેમણે ખંડન કર્યુ હતુ. રીનાએ આ સમાચારોનુ ખંડન કરતા કહ્યુ હતુ કેતે ના મિસ જયપુર રહી છે અને ના તેમણે ક્યારેય આ રીતની કોઈ કોમ્પીટીશનમાં ભાગ લીધો છે. તેમણે જણાવ્યુ હતુ કે આ ફોટા અમુક મીડિયાકર્મીઓએ ત્યારે લીધા જ્યારે તે મતદાન કેન્દ્ર પર જઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મોહન ભાગવતે કર્યો મતાધિકારનો ઉપયોગઆ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મોહન ભાગવતે કર્યો મતાધિકારનો ઉપયોગ

દેવરિયાની રહેવાસી છે રીના દ્વિવેદી

દેવરિયાની રહેવાસી છે રીના દ્વિવેદી

મૂળ દેવરિયાના રહેવાસી રીના લખનઉના પીડબ્લયુડી વિભાગમાં કનિષ્ઠ સહાયકના પદ પર તૈનાત છે. વર્ષ 204માં તેમના લગ્ન પીડબ્લ્યુડી વિભાગમાં કામ કરતા સીનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા પરંતુ 2013માં તેમના પતિનુ અચાનક મોત થઈ ગયુ ત્યારબાદ તેમને પતિની જગ્યાએ નોકરી આપવામાં આવી. રીનાને એક 13 વર્ષનો દીકરો છે. રીને કહે છે કે તે શરૂઆતથી જ ફેશન ટ્રેન્ડને ફોલો કરે છે.

લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર છવાયા હતા

લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર છવાયા હતા

લોકસભા ચૂંટણી દરમિયાન રીનાની મોહનલાલગંજના નગરામ પોલિંગ બુથમાં ડ્યુટી હતી. તે કહે છે કે તેમને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઑફર મળી હતી પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સોશિયલ મીડિયા પર હવે તેમના લાકો ફોલોઅર્સ છે. જો કે રીના દ્વિવેદીનુ કહેવુ હતુ કે હવે જો ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો તો તે આના પર જરૂર વિચાર કરશે.

English summary
up bypolls 2019: reena dwivedi on duty as polling officer in lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X