યૂપીના ડીજીપી બોલ્યા- બુલંદશહર હિંસા પાછળ મોટું ષડયંત્ર
યૂપીના ડીજીપી બોલ્યા- બુલંદશહર હિંસા પાછળ મોટું ષડયંત્ર
બુલંદશહરઃ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે સોમવારે બુલંદશહરમાં થયેલ હિંસા એક મોટાં ષડયંત્રનું પરિણામ છે. આને માત્ર કાયદાકીય વ્યવસ્થાનો મામલો ન કહી શકાય. આખરે ગૌમાંસ અને ગાયના અવશેષ ત્યાં કેવી રીતે પહોંચ્યા અને કોણ તેને લાવ્યું અને કઈ પરિસ્થિતિમાં લાવ્યું, આ બધું તપાસનો વિષય છે. સિંહે કહ્યું કે તપાસમાં અમને માલુમ પડ્યું કે આમાં કોઈ ષડયંત્રની વાત છે, જે લોકોએ રચ્યું હતું.

3 ડિસેમ્બરે જ કેમ થયું આ બધું
ડીજીપી ઓપી સિંહે કહ્યું કે આખરે આ ઘટના 3 ડિસેમ્બરે જ કેમ થઈ. એ વાત કેમ કહેવામાં આવી રહી છે કે ગૌહત્યાની ઘટના બની હતી. ગાયોને કાપવામાં આવી, એમના માસને ત્યાં લાવવામાં આવ્યું. કોઈ ભીડવાળા વિસ્તારમાં રાખવામાં આવ્યું. આ બધી ચીજો પર અમે વિચાર કરશું. તપાસ ટીમને અમે કહ્યું છે કે સૌથી પહેલા તેઓ અમને આ ષડયંત્રની માહિતી શોધી કાઢે. જો અમે કાનૂન વ્યવસ્થા કઈને આને ખતમ કરી દઈએ તો આ ઘટનાના મૂડ સુધી નહિ જઈ શકીએ.

આજે આવશે એસઆઈટીનો રિપોર્ટ
બુલંદશહરના સ્યાનામાં સોમવારે ગૌહત્યાને લઈ હિન્દુવાદી સંગઠનોની બબાલમાં ઈન્સપેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યા મામલે એસઆઈટી બુધવારે સાંજ સુધી પોતાનો રિપોર્ટ આપશે. એસઆઈટીની તપાસ રિપોર્ટ આજે રાત સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવશે. સ્યાનીના ચિંગરાવઠી વિસ્તારમાં સોમવારે હિંસક પ્રદર્શન થયાં હતાં. પ્રદર્શનકારીઓએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી.

સોમવારે થઈ હતી બબાલ
જણાવી દઈએ કે બુલંદશહરના સ્યાના વિસ્તારમાં સોમવારે અહેવાલ આવ્યા હતા કે જંગલોમાં ગૌહત્યા કરવામાં આવી છે. આ સમાચાર ફેલાતા મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના લોકો એકઠા થઈ ગયા અને રસ્તા પર જામ કરવા લાગ્યા. ગુસ્સામાં ભીડે ત્યાંથી પસાર થઈ રહેલાં વાહનોમાં તોડફોડ કરી અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. આ બબાલમાં પોલીસ ઈન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ અને સુમિત કુમાર નામના યુવકને ગોળી લાગતાં તેઓ મૃત્યુ પામ્યા. આ મામલાને લઈને સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે રાત્રે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને કાયદા વ્યવસ્થા સંબંધી નિર્દેશ આપ્યા. તણાવને જોતા બુલંદશહરમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
