UP Economic : એક ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનશે ઉત્તર પ્રદેશ, જાણો CM યોગીનો એક્શન પ્લાન
UP Economic : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની અર્થવ્યવસ્થા મજબુત કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગીએ એક ટ્રિ્લિયન અર્થવ્યસ્થાનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અધિકારીઓને મંત્ર આપ્યો છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને રાજ્યના આર્થિક વિકાસ સાથે જોડાયેલા તમામ વિભાગોના સમન્વય રીતે 10 વિભાગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને એક્શન પ્લાન તૈયાર કરવાનું સુચન કર્યું છે.

એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ 10 ક્ષેત્રોમાં કાયદો અને વ્યવસ્થા, કૃષિ ઉત્પાદન, સામાજિક સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ, શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ, તબીબી અને આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સંસ્કૃતિ અને આવક સંગ્રહનો સમાવેશ થાય છે.

2027ના મિશન પર છે યોગી સરકાર
યોગી સરકાર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દ્વારા મળેલા રૂપિયા 35 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો અને નાણાકીય વર્ષ 2023-2024 માટે રૂપિયા6.90 લાખ કરોડના ઐતિહાસિક બજેટથી ઉત્સાહિત છે.
હવે યોગી સરકાર 2027 સુધીમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને દેશના સૌથી મોટારાજ્ય તરીકે સ્થાપિત કરવાના તેના મિશન પર છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને આગામી ચાર વર્ષ માટે મિશન મોડમાં એક્શન પ્લાન તૈયાર કરતી વખતે કાર્યક્રમોને આગળવધારવા માટે સૂચના આપી છે. આ દરેક ક્ષેત્રની જવાબદારી અધિક મુખ્ય સચિવ સ્તરના અનુભવી અધિકારીને સોંપવામાં આવી છે.

સતત દેખરેખ રાખવા માટે અપાઇ સૂચનાઓ
મુખ્યમંત્રીએ અધિકારીઓને દરેક વિસ્તાર માટે ટૂંકા અને લાંબા ગાળાના કાર્ય યોજનાઓ તૈયાર કરવા અને તેના સફળ અમલીકરણ માટેસતત દેખરેખ રાખવાની સૂચના આપી છે.
યોગી સરકારે હાલમાં જ છ વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન યોગી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાયદોઅને વ્યવસ્થા, કનેક્ટિવિટી અને રોજગારના મોરચે તેની નોંધપાત્ર સફળતાની ઉજવણી કરી છે.

જીએસડીપીમાં થયો 16.8 ટકાનો વધારો
રાજ્યને 82 લાખ કરોડથી વધુની અર્થવ્યવસ્થા બનાવવાના વિશાળ લક્ષ્યને સાકાર કરવા માટે યોગી સરકાર પાસે પણ મોટો આધાર છે.
કોરોના રોગચાળાના છેલ્લા ત્રણ વર્ષમાં જ્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી જોવા મળી હતી, ત્યારે આ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, પરંતુરાજકોષીય શિસ્ત અને સરકારના સંકલિત પ્રયાસોને કારણે 2021-22માં ઉત્તર પ્રદેશનો GSDP 16.8 ટકા વધ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં દેશની કુલ ખેતીની જમીનના 12 ટકા અને અનાજના ઉત્પાદનમાં 20 ટકા હિસ્સો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાંકહીએ તો, જો ભારત આજે વિશ્વ માટે એક ઉજ્જવળ સ્થળ બનવું હોય, તો ઉત્તર પ્રદેશ ભારતના વિકાસને આગળ વધારવામાં મહત્વનીભૂમિકા ભજવવાનું છે.












Click it and Unblock the Notifications
