અખિલેશ સરકાર ઉત્તરાંખડને 25 કરોડનું રાહત પેકેજ આપશે

akhilesh yadav
લખનઉ, 19 જૂન : પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં ઇશ્વરનો કહેર વર્તાઇ રહ્યો છે. મેઘતાંડવે છેલ્લા 36 કલાકમાં એવો કે ક્રોધ વરસાવ્યો કે બધું તેની સાથે તણાઇ ગયું. જેમાં કેદારનાથનું મંદિર અને ઋષીકેશનું શીવજીનું મંદિર પણ બાકાત રહ્યું નથીં. આ મેઘતાંડવમાં અત્યાર સુધી 100થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે હજારો લોકોના ફસાયાના સમાચાર છે. જેને પગલે પડોશી રાજ્ય યુપીની અખિલેશ સરકારે ઉત્તરાખંડને 25 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી કૂદરતી આફતના પગલે 25 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે અને લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ કોઇપણ રીતે ઉત્તરાખંડને મદદ કરે. આ ઉપરાંત અખિલેશ યાદવે એવી ખાતરી પણ આપી કે તેમના રાજ્ય દ્વારા રાહત અને બચાવ કાર્યને લગતી બધી મદદ ઉત્તરાખંડને પહોંચાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉત્તરાખંડમાં આવેલા ભારે પૂરના કારણે 102 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ કુદરતી આફતના પગલે 500 લોકો હજી પણ ગૂમ છે, જેના કારણે આ મૃત્યુઆંક હજી વધવાની સંભાવના છે.

આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે સવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે ફોન પર વાત કરી. મોદીએ વાતચીતમાં ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં કોઇ મદદની જરૂર હોય તો ગુજરાત સરકાર કરવા માટે તૈયાર છે તેવું જણાવ્યું. આની સાથે મોદીએ ગુજરાતના પ્રવાસીઓ જેઓ પૂરનો ભોગ બન્યા છે તેમના અંગે પણ ભાળ મેળવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X