યોગી મહારાજથી લઇને ઇરોમ શર્મિલા ભાવિ આજનું મતદાન નક્કી કરશે

Posted By:
Subscribe to Oneindia News

આજે ઉત્તર પ્રદેશ વિધાનસભાનું છઠ્ઠા ચરણનું અને મણિપુર વિધાનસભાનું પહેલા ચરણનું મતદાન શરૂ થઇ ગયું છે. આ બન્ને મતદાન આજે અનેક નામી અને મોટા માથાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે. મણિપુર વિધાનસભામાં આજે પહેલા ચરણના મતદાનમાં 38 વિધાનસભા સીટો માટે મતદાન થઇ રહ્યું છે. શરૂઆતી કલાકમાં મણીપુરમાં 10 ટકા મતદાન થયું છે. સવારે પોલિંગ બુથ પહોંચેલી ઇરોમ શર્મિલાએ પોતાનો વોટ નાખ્યો હતો. નોંધનીય છે કે મણિપુરના ચૂંટણીમાં પહેલા ચરણમાં 38 વિધાનસભા સીટો પર વિભન્ન પાર્ટીઓના 168 ઉમેદવારોનું ભાવે આજે મતપેટીમાં જમા થશે. પહેલા ચરણમાં 19 લાખ મતદાતા આજે વોટ નાંખશે તેવી સંભાવના છે.

yogi maharaj


તો બીજી તરફ યુપી વિધાનસભા ચૂંટણી 2017ના છઠ્ઠા ચરણમાં 635 ઉમેદવારોની ચયન લગભગ 1,72,86,327 મતદાતાઓ નક્કી કરશે. સવારે નવ વાગ્યા સુધીમાં અહીં કુલ 11 ટકા મતદાન થયું છે. આજના આ મતદાનમાં યોગી આદિત્યનાથ સમેત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સૂર્ય પ્રતાપ શાહીએ મતદાન કર્યું હતું. આ મતદાન બાદ યોગી આદિત્યનાથથી લઇને મુખ્તાર અંસારી, સ્વામી પ્રસાદ મૌર્યનું રાજકીય ભાવિ જનતા નક્કી કરશે.

English summary
Read here UP and Manipur Assembly Election 2017 update.
Please Wait while comments are loading...