સહારા પ્રમુખ સુબ્રતો રોયે યૂપી પોલીસની સામે કર્યું સરેંડર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: સહારા પ્રમુખ સુબ્રતો રોય સહારાએ શુક્રવારે યૂપી પોલીસ સમક્ષ સરેંડર કરી દિધું છે. આ જાણકારે તેમના વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં આપી હતી. વરિષ્ઠ અધિવક્તા રામ જેઠમલાણી કોર્ટને માહિતગાર કર્યું હતું કે સુબ્રતો રોય લખનઉ પોલીસની કસ્ટડીમાં છે. સુબ્રતો રોયે શુક્રવારે સવારે લખનઉમાં સરેંડર કર્યું હતું. સરેંડર બાદ યૂપી પોલીસે તેમની ધરપકડ કરી લીધી. ચાર માર્ચ સુધી તે પોલીસ કસ્ટડીમાં રહેશે. ચાર માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

આ પહેલાં સુબ્રતો રોયે પોતાના ઘરે ન હોવાની સ્પષ્ટતા આપી હતી. સહારા પ્રમુખે કહ્યું હતું કે તે ધરપકડથી ભાગી રહ્યાં નથી અને સુપ્રીમ કોર્ટ આજે તેમને જે નિર્દેશ આપશે તેનું તે કોઇપણ શરત વિના પાલન કરવા માટે તૈયાર છે.

સુબ્રતો રોયે કહ્યું હતું કે અત્યારે પણ તે લખનઉમાં છે અને ડૉક્ટરોની એક પેનલ સાથે વિચાર વિમર્શ કરવા માટે થોડીવાર માટે બહાર ગયા હતા. સુબ્રતો રોયે કહ્યું હતું કે તેમણે પોલીસને પહેલાં જ પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે કહ્યું હતું. તેના એક દિવસ પહેલાં પોલીસ સુપ્રીમ કોર્ટના આદેશનુસાર તેમને ધરપકડ કરવા માટે તેમના ઘરે ગઇ હતી પરંતુ પોલીસને ત્યાં સુબ્રતો રોય મળ્યા ન હતા.

સુબ્રતો રોયે નિવેદન જાહેર કરી સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તે તેમને ત્રણ માર્ચ 2014 સુધી તેમના ઘરમાં નજરબંધ રાખીને પોતાની બિમાર માતાની પાસે રહેવાની પરવાનગી આપે. તેમણે કહ્યું હતું કે જો કોર્ટ ઇચ્છે તો તે આજે પણ દિલ્હી પહોંચવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે ભલામણ વિરૂદ્ધ 26 ફેબ્રુઆરીના રોજ બિન જામીન વોરંટ જાહેર કરી પોલીસને તેમની ધરપકડ કરવા અને ચાર માર્ચ સુધી કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે કહ્યું હતું.

subrata-roy

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાંથી સહાર સમૂહના પ્રમુખ સુબ્રતો રોયની ધરપકડ કરવા માટે યૂપી પોલીસ લખનઉ સ્થિત સુબ્રતો રોયના ઘરે પહોંચી હતી, પરંતુ ઘર પર હાજર ન હોવાથી પોલીસ ખાલી હાથે પરત ફરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બિન જામીન વોરંટ પરત લેવાની અપીલ સાથે જ સુબ્રતો રોયના આવેદનમાં તેમની અરજી પેડિંગ રહ્યાં દરમિયાન આદેશને લાગૂ કરાવવા પર શગનાદેશની પણ માંગ કરવામાં આવી છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે તેમની માતાની ઇચ્છા પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરે અને અંતિમ ક્ષણોમાં પોતાની માતાની પાસે રહેવાની પરવાનગી આપે. તેમણે કોર્ટના આદેશને પરત લેવાનો અનુરોધ કર્યો છે જેમાં સુબ્રતો રોય વિરૂદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું અને પોલીસને તેમની ધરપકડ કરીને ચાર માર્ચના રોજ કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સહાર પ્રમુખની 92 વર્ષીય માતાની અસ્વસ્થતાના આધાર પર સુબ્રતો રોયને વ્યક્તિગત રીતે રજૂ થવાની છૂટનો અનુરોધ નકારી કાઢ્યો છે.

સહારા સમૂહની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રિયલ ઇસ્ટેટ કોર્પ લિ અને સહારા ઇન્ડિયા હાઉસિંહ ઇન્વેસ્ટમેન્ટ કોર્પ લિ.ના ત્રણ નિર્દેશક રવિ શંકર દુબે, અશોક રાય ચૌધરી અને વંદના ભાર્ગવ ન્યાયિક આદેશના અનુરૂપ બુધવારે કોર્ટમાં હાજર હતા. સુબ્રતો રોયની સાથે જ ત્રણેય નિર્દેશકોને પણ કોર્ટે સમન જાહેર કર્યું હતું.

English summary
Acting on Supreme Court's orders, The UP police arrested Sahara group boss Subrata Roy on Friday. His lawyer wanted the matter to be heard on Friday itself but the judges declined the request.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.