સપાના નેતાઓએ જીતની ખુશીમાં ખુલ્લેઆમ કર્યું ફાયરિંગ

સમાજવાદી પાર્ટીમાં મંત્રી રહી ચૂકેલા વીરેન્દ્ર સિંહના પુત્ર મનીષ ચૌહાણે જિલ્લા પંચાયતની ચુંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. ખશી વ્યક્ત કરવા માટે એસપી નેતાઓ એકાએક હવામાં ફાયરિંગ કરવા લાગ્યાં હતા. સમાજવાદી પાર્ટીના નેતાઓની દંબગઇ આગળ પોલીસે હથિયાર મૂકી દિધા હતા.
પોલીસે કાર્યવાહીના નામે બસ એટલું જ કર્યું છે કે વિજય સરઘસમાં સામેલ એક ગાડીને ઝડપીને તેમાંથી એક રાયફલ અને બંદૂકને જપ્ત કરી લીધી છે અને આગળની કાર્યવાહી માટે દાવો કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોઇ પ્રથમ બનાવ નથી કે કોઇ સમાજવાદી પાર્ટીના નેતાએ પોતાની દંબગાઇ જાહેર કરી હોય. ગત વર્ષોમાં આવા કેટલાય બનાવો સામે આવ્યાં છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાની પાર્ટીના નેતાઓની કરતૂતો અંગે જાણ છે પણ પરંતુ દર વખતે કડક કાર્યવાહીનો વિશ્વાસ જાહેર કરી કેસ ટાળી દે છે.












Click it and Unblock the Notifications
