For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરમાં સુઈ રહેલા લોકોને ઝડપી બેકાબુ ડમ્પરે કચડ્યા

ઉત્તરપ્રદેશના કૌસાંબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ઝડપી બેકાબુ ડમ્પર એક ઘરમાં ઘુસી ગયું. આ ઘટનામાં વૃદ્ધ દંપતી સહીત 6 લોકોની મૌત થઇ ગઈ જયારે બે લોકો ઘાયલ થયા છે

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના કૌસાંબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ઝડપી બેકાબુ ડમ્પર એક ઘરમાં ઘુસી ગયું. આ ઘટનામાં વૃદ્ધ દંપતી સહીત 6 લોકોની મૌત થઇ ગઈ જયારે બે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના પછી તરફ લોકો ઘરમાં પહોંચ્યા તેમને ઘાયલોને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. આપને જણાવી દઈએ કે આ ઘટના કૌસાંબી જિલ્લાના કરારી ચોકી વિસ્તારની છે. સાદિકપુર સેમરહા ગામમાં બુધવારે બેકાબુ ડમ્પર એક ઘરમાં ઘુસી ગયું, જેને કારણે આ દુર્ઘટના થઇ.

uttar pradesh

આ ઘટના પછી ગ્રામીણોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ લાશને રસ્તા પર મૂકીને હંગામો કરવાનું ચાલુ કરી દીધું, જેને કારણે રસ્તા પર લાંબો જામ લાગી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે શિવપ્રતાપ લોધીનો પરિવાર દુર્ઘટના સમયે પોતાના ઘરમાં સુઈ રહ્યો હતો. તેનું ઘર રસ્તાને કિનારે છે. મંગળવારે સવારે લગભગ ત્રણ વાગ્યે ડમ્પર ચાલકને ઉંગ આવી અને તે પોતાની સંતુલન ગુમાવી બેઠો, જેને કારણે ડમ્પર સીધું શિવપ્રતાપના ઘરમાં ઘુસી ગયું. આ દુર્ઘટનામાં વૃદ્ધ દંપતી શિવપ્રતાપ લોધી અને તેમની પત્ની, નાતી-નાતિન અને પરિવારના વધુ એક સદસ્યની જગ્યા પર જ મૌત થઇ ગઈ જયારે બે લોકો ઘાયલ થઇ ગયા.

આ પણ વાંચો: પ્રેમજાળમાં ફસાવીને સિપાહીએ બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું, સુસાઇડ નોટમાં લખી આખી કહાની

આ દુર્ઘટના પછી ભારે અવાઝ સાંભળીને આસપાસના લોકો ઉઠી ગયા. ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ ડ્રાઈવરને પકડી લીધો અને તેની જોરદાર ધુલાઈ કરી. આ ઘટના પછી ગ્રામીણોએ લાશને રસ્તા પર મૂકીને હંગામો કરવાનું ચાલુ કરી દીધું, જેને કારણે રસ્તા પર લાંબો જામ લાગી ગયો. સૂચના મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને તેને લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ પણ કરી લીધી છે.

આ પણ વાંચો: સાધુ પર લાગ્યો પ્રેમ પ્રસંગનો આરોપ, કાપ્યું પોતાનું ગુપ્તાંગ

English summary
UP: The speeding dumper has crashed the people in the house six killed two injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X