UPA સરકાર 3 - 4 મહિનાની મહેમાન : ત્રીજો મોરચો બનાવશે નવી સરકાર

બિન કોંગ્રેસી અને બિન ભાજપી પ્રાદેશિક પક્ષોના ગઠબંધનથી રચાયેલા મોરચાનો વિચાર સામે લાવનારી મમતા બેનર્જીએ ભવિષ્યવાણી કરી છે કે લોકસભા ચૂંટણી પોતાના સમય કરતા વહેલી યોજાશે.
મમતાએ જણાવ્યું છે કે ત્રણ ચાર મહિનાઓમાં યુપીએ સરકાર પડી જશે. અને ચૂંટણી બાદ દેશમાં ક્ષેત્રિય દળો સરકાર બનાવશે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં પંચાયત ચૂંટણીઓ સાથે જોડાયેલી એક રેલીને સંબોધન કરતા મમતાએ જણાવ્યું કે દેશની ભ્રષ્ટ સરકાર માત્ર ત્રણ ચાર મહિનાની જ મહેમાન છે. લોકસભા ચૂંટણી 2014માં પ્રાદેશિક પક્ષોની જ કેન્દ્ર સરકાર રચાશે.












Click it and Unblock the Notifications
