ભ્રષ્ટાચાર પરથી ધ્યાન હટાવવા માટે આર્થિક સુધારોઃ જયલલિતા

jayalalitha
ચેન્નાઇ, 06 ઑક્ટોબરઃ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ કેન્દ્રની આર્થિક સુધારાના બીજા રાઉન્ડની ટીકા કરતા કહ્યું છે કે, યુપીએની કેન્દ્ર સરકાર તેના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોથી લોકોનું ધ્યાન ખેચવા માટે આ ઘોષણા કરી છે, ખાસ કરીને ત્યારે જ્યારે ચૂંટણી માથા પર છે.

પેન્શન અને વીમા ક્ષેત્રમાં એફડીઆઇને લઇને મનમોહન સિંહ સરકાર દ્વારા સુધારાના બીજા રાઉન્ડની ઘોષણા કર્યા ના બીજા દિવસે જયલલિતાએ એક નિવેદનમાં કહ્યું છે, યુપીએ સરકાર પર સામાન્ય જનતા, નાના વેપારીઓ અને ખેડુતોના દુઃખોની કોઇ અસર થઇ નથી. એક રીતે જોઇએ તો આ પહેલ લોકોને મુર્ખ બનાવવાની છે તો બીજી રીતે આ એક મોટું જોખમ છે. આ પહેલનો આકરો વિરોધ કરતા તેમણે કહ્યું કે આ દેશની સામાન્ય જનતાના ભવિષ્ય માટે હાનિકારક છે.

તેમણે કહ્યું કે, જોખમકારક નિર્ણયો લેવા અને તેને મોટા સુધારાનું નામ આપવું એ દેશના લોકો સાથે દગો કરવા સમાન છે. કોઇપણ પ્રકારના આડંબરથી સત્યને બદલી શકાય નહીં. અન્નાદ્રમુક પ્રમુખે કેન્દ્ર હુમલો કરતા કહ્યું કે સંસદની એક સ્થાયી સમિતિની ભલામણોથી વિપરિત વીમા ક્ષેત્રમાં એફડીઆઇને વધારીને 49 ટકા કર્યું તે જોખમી સાબિત થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X