અટકળો પર ઉપેન્દ્ર કુશવાહાએ લગાવ્યુ વિરામ, એનડીએની બેઠકમાં નહિ થાય શામેલ
તમામ અટકળો પર વિરામ લગાતા કુશવાહાએ કહ્યુ કે તે આજે યોજાનારી એનડીએના સહયોગી દળોની બેઠકમાં ભાગ નહિ લે.
સંસદના શિયાળુ સત્ર પહેલા જે રીતે એનડીએના તમામ દળોની બેઠક થવાની હતી તેમાં કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ઉપેન્દ્ર સિંહ કુશવાહા શામેલ થઈ શકે છે. પરંતુ આ તમામ અટકળો પર કુશવાહાએ વિરામ લગાવી દીધુ છે. કુશવાહાએ કહ્યુ કે તે આજે યોજાનારી એનડીએના સહયોગી દળોની બેઠકમાં ભાગ નહિ લે. ઉલ્લેખનીય છે કે કુશવાહાને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ કુશવાહાએ આ બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે કુશવાહાએ ભાજપ પર રામ મંદિર અંગે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે ચૂંટણી આવે છે તો રામ મંદિરનો મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી. આવુ એટલા માટે કરવામાં આવી રહ્યુ છે કે જેથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય. ચૂંટણી પહેલા એ વાત પર ચર્ચા થવી જોઈએ કે આપણે કેટલા લોકોને રોજગાર આપ્યુ, બેરોજગીને ખતમ કરવા માટે શું કર્યુ, ગરીબી દૂર કરવા માટે શું કર્યુ, પરંતુ આ બધાથી પરે રામ મંદિર નિર્માણની વાત કરવામાં આવી રહી છે.
મહત્વની વાત એ છે કે કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક સમતા પાર્ટીની અંદરના નેતાઓ વચ્ચે એકમત નથી. પાર્ટીની અંદર જ નેતા કુશવાહાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને તે ભાજપ અન જદયુ નેતાઓના સંપર્કમાં છે. જહાનાબાદથી બાગી રાલોસપા સાંસદ અરુણ કુમારે કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં તે ભાજપનું સમર્થન કરશે. તેમણે કહ્યુ કે મે કુશવાહાજી સાથે પોતાના રસ્તો અલગ કરી લીધો છે અને હવે મારુ અલગ જૂથ છે. મને એનડીએ તરફથી બેઠકમાં શામેલ થવા માટે આમંત્રણ આપવામાં નથી આવ્યુ પરંતુ એનડીએ છોડવાની મારી કોઈ યોજના નથી.












Click it and Unblock the Notifications
