સોશ્યલ મીડિયા પર મુસ્લિમ પુરુષ અને મહિલાએ આ કરવું હરામ છે

Written By:
Subscribe to Oneindia News

ઇસ્લામિક સંસ્થાન દારુલ ઉલૂમ દેવબંધે સોશ્યલ મીડિયા પર ફોટો મૂકવા અને શેયર કરવાને હરામ કરાર કર્યું છે. આ અંગે તેના દ્વારા એક ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ ફતવો તે સવાલના જવાબમાં આવ્યો છે કે જેમાં એક વ્યક્તિએ પૂછ્યું હતું કે ફેસબુક અને વોટ્સઅપ પર પોતાની કે પોતાની પત્નીની ફોટો અપલોડ કરવું ઇસ્લામી કાયદા મુજબ યોગ્ય છે? જેના જવાબમાં ફતવા વિભાગે આ સ્પષ્ટતા આપી છે. ફતવા વિભાગે જણાવ્યું કે મુસ્લિમ પુરુષો કે મહિલાઓએ પોતાના પરિવારના ફોટો ફેસબુક, વોટ્સઅપ જેવી સોશ્યલ સાઇટ પર શેયર કે અપલોડ ના કરવા જોઇએ.

social media

આ મામલે હવે દુનિયાભરના અન્ય મુસ્લિમ સંગઠનો પણ જોડાઇ રહ્યા છે. અને તેની તરફેણમાં આવી રહ્યા છે. આ મામલે મદરસા જામિયા, હુસૈનિયાના મુફ્તી તારીખ કાસમીએ કહ્યું કે ફતવો બિલકુલ યોગ્ય છે. તેમણે કહ્યું કે ઇસ્લામ મુજબ ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયા સાઇટ પર પોતાની અને પોતાની પત્નીની કે પછી કોઇ પણ અન્ય મહિલાની ફોટો અપલોડ કે શેયર કરવું ગેરકાયદેસર છે.

English summary
uploading and sharing photos on social sites is wrong deoband saharanpur uttar pradesh.
Please Wait while comments are loading...