For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવર્ણ અનામત માટે જરૂરી છે આ 7 ડોક્યુમેન્ટ, શું તમારી પાસે છે?

એ જાણવુ જરૂરી છે કે 10 ટકા સવર્ણ અનામતનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી હશે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2019ની લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ લઈને ઉચ્ચ જાતિઓના આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામતનું એલાન કર્યુ છે. સોમવારે થયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા ઉચ્ચ જાતિના લોકોને પણ અનામત આપવામાં આવશે. આ નિર્ણય બાદ અનામતનો કોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા થઈ જશે. જો કે હજુ માત્ર એલાન છે જેના માટે બંધારણમાં સુધારા બિલ પાસ કરીને કાયદો બનાવવામાં આવશે. એ જાણવુ જરૂરી છે કે 10 ટકા સવર્ણ અનામતનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી હશે.

આ છે એ જરૂરી 7 ડોક્યુમેન્ટ

આ છે એ જરૂરી 7 ડોક્યુમેન્ટ

કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ આ અનામતનો લાભ આર્થિક રીતે નબળા સવર્ણ સમાજના લોકોને જ મળશે. 10 ટકા અનામતની સીમામાં આવવા અને આનો લાબ લેવા મેટ અભ્યર્થી પાસે કયા ક્યા દસ્તાવેજ હોવા જોઈએ, તેની યાદી નિમ્નલિખિત છે...
1. 8 લાખ રૂપિયા સુધી કે તેનાથી ઓછી આવકનું પ્રમાણપત્ર
2. જાતિ પ્રમાણપત્ર
3. બીપીએલ રેશન કાર્ડ
4. પેન કાર્ડ
5. આધાર કાર્ડ
6. બેંકની પાસબુક
7. આવકવેરા રિટર્ન

નોકરીઓ જ નથી, તો અનામતનું શું કરશે

નોકરીઓ જ નથી, તો અનામતનું શું કરશે

તમને જણાવી દઈએ કે ઘણા સમયથઈ એ માંગ કરવામાં આવી રહી હતી કે આર્થિક રીતે નબળા સવર્ણોને પણ અનામત આપવામાં આવે. સરકારના આ નિર્ણયને મોટાભાગના રાજકીય પક્ષોએ સમર્થન આપ્યુ છે. મંગળવારે સરકાર બંધારણમાં સુધારા માટે રજૂ કરવાની છે. માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળો આ બિલનું સમર્થન કરી શકે છે. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે જ્યારે નોકરીઓ જ નથી તો આ નિર્ણયને જુમલા સિવાય બીજુ શું કહી શકાય છે. તેમણે કહ્યુ કે ગયા વર્ષે જ કરોડો લોકોની નોકરીઓ જતી રહી. એ પહેલા નોટબંધીથી લોકોના રોજગાર છીનવી લીધા, એવામાં અનામતથી શું ફાયદો થશે. બિલ પાસ કરાવવા માટે રાજ્યસભાનો એક દિવસનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે વ્હિપ પણ જાહેર કર્યુ છે.

સવર્ણ અનામત પર માયાવતીએ શું કહ્યુ?

સવર્ણ અનામત પર માયાવતીએ શું કહ્યુ?

10 ટકા અનામતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યુ, ‘બહુજન સમાજ પાર્ટી ઉચ્ચ જાતિઓના આર્થિક રીતે નબળા લોકો માટે અનામતનું સ્વાગત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યોગ્ય છે પરંતુ આ નિર્ણય પાછળની મનશા યોગ્ય નથી. 2019 ની લોકસભા ચૂંટણી પહેલા લેવામાં આવેલો આ નિર્ણય અમને યોગ્ય નિયતથી લેવામાં આવેલો નિર્ણય નથી લાગતો પરંતુ એક ચૂંટણી સ્ટંટ લાગી રહ્યો છે, રાજકીય છળકપટ લાગે છે. સારુ થાત ભાજપ પોતાનો કાર્યકાળ ખતમ થતા પહેલા નહિ પરંતુ અગાઉ આ નિર્ણય લઈ લેતી. મારુ માનવુ છે કે વિભિન્ન લઘુમતી ધાર્મિક વર્ગોના ગરીબ લોકો માટે પણ અનામતની સીમા વધવી જોઈએ. ગરીબો, આદિવાસીઓ અને દલિતોનું અનામત માત્ર શિક્ષણ ક્ષેત્ર કે નોકરીઓ સુધી સીમિત ન રાખવુ જોઈએ પરંતુ જે ક્ષેત્રોમાં હજુ સુધી અનામત નથી ત્યાં પણ તેને લાગુ કરવુ જોઈએ.'

આ પણ વાંચોઃ આર્મીના સમ્માનમાં ગુજરાત યુનિવર્સિટી કરાવશે મેગા મેરેથોન, 12,000 છાત્રો થશે શામેલઆ પણ વાંચોઃ આર્મીના સમ્માનમાં ગુજરાત યુનિવર્સિટી કરાવશે મેગા મેરેથોન, 12,000 છાત્રો થશે શામેલ

English summary
Upper Caste Reservation: These Documents Are Required to Get 10 Percent Quota.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X