કર્ણાટકમાં 100 ટકા કન્નડીગા ક્વોટા બિલ પર હંગામો, CM સિદ્ધારમૈયાએ પોસ્ટ ડિલીટ કરી
Karnataka Local Reservation Bill : કર્ણાટકમાં લોકલને પ્રાઈવેટમાં 100 ટકા નોકરી આાપવાના સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ જોવા મળ્યો છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે રાજ્યમાંથી ખાનગી ઉદ્યોગોમાં C અને D ગ્રેડની પોસ્ટ પર કન્નડીગાઓની 100 ટકા નિમણૂકની જાહેરાત કરી હતી.

સીએમએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આને લગતું બિલ પણ વિધાનસભામાં પાસ થઈ ગયું છે. આ બિલ પર હંગામો થતાં જ મુખ્યમંત્રીએ તેમની પોસ્ટ ડિલીટ કરી દીધી છે.
જણાવી દઈએ કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યની ખાનગી કંપનીઓમાં C અને D બંને જૂથોમાં કન્નડીગાઓને 100 ટકા અનામત આપવા અંગેની પોસ્ટ શેર કરી હતી.
તેમણે પોસ્ટ શેર કરતા જ ખળભળાટ મચી ગયો હતો. કર્ણાટકના ઉદ્યોગની જાણીતી હસ્તીઓએ પણ આ બિલ સામે વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
બીજી તરફ કેન્દ્ર સરકારના મંત્રીઓએ પણ આનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. જે બાદ મુખ્યમંત્રીએ કન્નડ લોકોને નોકરીનો ક્વોટા આપવા અંગેની પોસ્ટ ડિલીટ કરી દીધી.
કર્ણાટકના શ્રમ પ્રધાન સંતોષ લાડે સ્પષ્ટ કર્યું કે, ખાનગી કંપનીઓમાં નોકરીઓનું આરક્ષણ નોન-મેનેજમેન્ટ રોલ માટે 70 ટકા અને મેનેજમેન્ટ લેવલના કર્મચારીઓ માટે 50 ટકા સુધી મર્યાદિત રહેશે.
જણાવી દઈએ કે, કર્ણાટકના સ્થાનિક લોકોને એટલે કે કન્નડ લોકોને 100 ટકા આરક્ષણ આપવાના બિલ વિશે માહિતી આપતાં કર્ણાટકના સીએમએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, તેમની સરકારની ઈચ્છા છે કે કન્નડ લોકોને તક આપવામાં આવે.












Click it and Unblock the Notifications
