For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSC 2012: મહિલાઓએ મારી બાઝી, કેરલની હરિતા બની ટૉપર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

haritha
નવી દિલ્હી, 4 મે: દેશની સૌથી પ્રતિષ્ઠિત સેવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યૂપીએસી) દ્રારા આયોજીત સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2012નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજા વર્ષે યૂપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં મહિલા ઉમેદવારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. આ વખતે કેરલની હરિતા વી કુમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

યૂપીએસસી દ્રારા જાહેર થયેલા પરિણામો મુજબ વર્ષ 2011 બેચની ભારતીય રાજસ્વ સેવા ( કસ્ટમ્સ અને કેન્દ્રીય આબકારી જકાત)ની નિવાસી તબીબ અધિકારી હરિતા વી કુમારે સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2012માં પ્રથમ સ્થાન મળ્યું છે. આટલું જ નહી જનરલ, અનુસૂચિત જનજાતિ (એસટી) તથા અનુસૂચિત જાતિ (એસસી) શ્રેણીઓમાં મહિલા ઉમેદવારોએ પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાષ્ટ્રીય કસ્ટમ્સ ડ્યુટી, આબકારી જકાત અને નશીલી દવાઓના એકેડમી (એનએસીઇએન)માં તાલીમાર્થી હરિતાએ કેરલ વિશ્વવિદ્યાલયમાંથી બી.ટેક (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન)ની ડિગ્રી મેળવી છે. હરિતાએ પોતાના ચોથા પ્રયત્નમાં આ સફળતા પ્રાપ્ત કરી છે. વી શ્રીરામ અને સ્તુતિ ચરણને ક્રમશ બીજું અને ત્રીજું સ્થાન મળ્યું છે.

કેરલ વિશ્વવિદ્યાલયમાંથી એમબીબીએસ ડિગ્રીધારી શ્રીરામે પોતાના બીજા પ્રયત્નમાં આ સફળતા પ્રાપ્ત કરી છે. સ્તુતિએ જોધપુર વિશ્વવિદ્યાલયમાંથી બીએસસી અને દિલ્હી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ (આઇઆઇપીએમ)માંથી કર્મચારી અને માર્કેટિંગ મેનેજમેન્ટમાં પોસ્ટ ગેજ્યુએટ ડિપ્લોમા કર્યુ છે. આ સ્તુતિનો ત્રીજો પ્રયત્ન હતો.

એમ્સમાંથી એમબીબીએસ ડિગ્રી પ્રાપ્ત કરનાર શેના અગ્રવાલે સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2011 જ્યારે લોની ડિગ્રી મેળવી ચૂકેલી ચેન્નઇની એસ દિવ્યદર્શિનીએ સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2010માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

કેન્દ્રિય કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી) દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 998 ઉમેદવાર (753 પુરૂષ અને 245 મહિલાઓ) આઇએએસ, આઇએફએસ અને આઇપીએસ સહિત કેટલીક કેન્દ્રિય સેવામાં નિયુક્તિ માટે પસંદ કરવામાં આવ્યાં છે.

જ્યારે સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2012ની અધિસૂચના જાહેર કરવામાં આવી તો તેમાં 1,091 પદો માટે જાહેરાત આપવામાં આવી હતી. આ 1,091 પદોમાં 550 જનરલ, 295 અન્ય પછાત વર્ગ, 169 અનુસૂચિત જાતિ તથા 77 અનુસૂચિત જનજાતિ માટે જગ્યા હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટોચના 25 ઉમેદવારોમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસી છે. તેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, જમ્મૂ-કાશ્મીર, કેરલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ઉમેદવાર છે. તેમાં છ પ્રથમ પ્રયત્ને, નવ બીજા પ્રયત્ને, આઠ ત્રીજા પ્રયત્ને અને એક-એક ચોથા અને છઠ્ઠા પ્રયત્ને સફળતા પ્રાપ્ત કરી છે.

English summary
Union Public Service Commission (UPSC) has declared the result of civil services examination 2012 on Friday. Kerala's Haritha V Kumar has come the first in the Civil Services Exam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X