અમેરિકા કરશે ઉત્તરાખંડને 150,000 ડોલરની મદદ
નવી દિલ્હી, 24 જૂન : ઉત્તરાખંડનમાં રાહત કાર્યો માટે 150,000 ડોલર (90 લાખ રૂપિયા)ની અમેરિકન સહાયતા મળશે. આ અંગેની જાણકારી ભારતમાં અમેરિકાના રાજદૂત નેન્સી જે. પોવેલએ આપી. વરસાદ અને પૂરથી સંપૂર્ણરીતે પ્રભાવિત રાજ્યને સહાયતા સંયુક્ત રાજ્ય એજેન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના માધ્યમથી આપવામાં આવશે.
એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે 'આ સમર્થનથી રાજ્યના દૂરદૂરના વિસ્તારોમાં રહેનારા પરિવારોને રાહત પેકેજ પૂરૂં પાડવામાં આવશે.' પૉવેલે અમેરિકન જનતાની તરફથી આ કૂદરતી આફતમાં માર્યા ગયેલા અને ભૂસ્કલનથી રાજ્યમાં ઘરવિહોણા થયેલા લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી.

ઉત્તરાખંડ પૂરના કારણે હજારો લોકો હજી પણ ફસાયા છે અને આજે વરસાદના પગલે રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે.












Click it and Unblock the Notifications
