વાંચો : US પ્રેસિડેન્ટ બરાક ઓબામાની ભારત મુલાકાતનું શિડ્યુલ
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 25થી 27 જાન્યુઆરી, 2015 દરમિયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ 26 જાન્યુઆરીએ ભારતના 66મા ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે પત્ની મિશેલ ઓબામા સાથે ઉપસ્થિત રહેવાના છે.
બરાક ઓબામાની મુલાકાતમાં તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથી બનશે. આ ઉપરાંત સુરક્ષા અને સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ જેવા ગંભીર મુદ્દાઓ પર બેઠક અને ચર્ચા થવાની છે. બીજી તરફ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ દુનિયાની સાત અજાયબીઓ પૈકી એક તાજ મહેલની મુલાકાત પણ લઇ શકે છે.
તેમની ત્રણ દિવસની મુલાકાતનું શિડ્યુલ અત્યંત ચુસ્ત રહેવાનું છે. આ ત્રણ દિવસ દરમિયાન તેઓ શું કરવાના છે તેની વિગતો જાણવા આગળ ક્લિક કરો...

દિવસ પહેલો
ઓબામા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય કરારો અંગે વાટાઘાટો ઉપરાંત મહત્વના ક્ષેત્રો જેમ કે સિલિવ ન્યુક્લિયર, ડીફેન્સમાં પરસ્પરનો સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. નોંધનીય છે કે સુરક્ષા સાધનો અંગે બંને દેશો વચ્ચે સપ્ટેમ્બર, 2014માં વૉશિંગ્ટનમાં યોજાયેલી બેઠક દરમિયાન કોન્ટ્રાક્ટ 10 વર્ષ માટે વધારવામાં આવ્યો હતો.
આ બેઠક બાદ મોદી અને ઓબામા પ્રેસને સંયુક્ત સંબોધન કરશે. ઓબામાના માનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાત્રિભોજનું આયોજન કર્યું છે. ઓબામા તેમાં હાજરી આપશે.

બીજો દિવસ
બીજા દિવસે સવારથી ઓબામા તેમના પત્ની મિશેલ સાથે ભારતની ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ નરેન્દ્ર મોદી સાથે ઇન્ડો - યુએસ સીઇઓ રાઉન્ડટેબલમાં હાજરી આપવાના છે.

ત્રીજો દિવસ
કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીની એક કોલેજમાં બરાક ઓબામા ત્રીજા દિવસે ટાઉનહોલ સ્ટાઇલ મીટિંગ યોજશે. ત્યાર બાદ અમેરિકા તરફ પ્રયાણ કરાત પહેલા તેઓ આગ્રામાં આવેલા તાજ મહેલની મુલાકાત લેશે.

ફાઇનલ પ્રોગ્રામ ક્યારે નક્કી થશે?
આ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો અંદાજિત કાર્યક્રમ છે. ઓબામાનો ફાઇનલ કાર્યક્રમ 16 જાન્યુઆરીએ બંને દેશના અધિકારીઓ વચ્ચે યોજાનારી બેઠક બાદ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
