For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંશોધકોને વાયરલેસ પેસમેકર બનાવવામાં મળી સફળતા

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 22 મે : અમેરિકાના સંશોધન વિજ્ઞાનીઓએ એક અત્યાધુનિક વાયરલેસ પેસમેકર વિકસિત કર્યું છે. તેના આકાર માત્ર એક ચોખાના દાણા જેટલો એટલે કે અંદાજે ત્રણ મિલીમીટર છે. તેને એક સસલાના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યું છે.

સંશોધકોએ સસલાની છાતીથી કેટલાક સેન્ટિમીટર ઉપર એક મેટલ પ્લેટ લગાવી છે. જેની મદદથી સસલાના હ્રદયને નિયંત્રણમાં રાખવાનું શક્ય બન્યું છે.

જો આ પ્રત્યારોપણ માનવ શરીરમાં સફળ થશે તો આકારમાં નાનું હોવાને કારણે તેને પ્રત્યારોપિત કરવાનું સરળ બની જશે. આ શોધ અમેરિકન જર્નલ 'પ્રોસિડિંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ' માં પ્રકાશિત થઇ છે.

wirelessly-powered-pacemaker

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એવી આશા વ્યક્ત કરી છે કે નવા ઉપકરણની મદદથી અત્યાર સુધી ઉપયોગમાં લેવાઇ રહેલા પેસમેકરની અંદર રાખવામાં આવતી ભારે ભરકમ બેટરી અને તેને રિચાર્જ કરવાની વ્યવસ્થામાંથી મુક્તિ મળશે.

માનવામાં આવે છે કે નવું પેસમેકર એટલી ઉર્જામાં સંચાલિત થશે જેટલી ઉર્જા એક સેલ ફોનને જોઇએ છે. વર્તમાન સમયમાં વિજ્ઞાનીઓ એવા ઉપકરણો વિકસાવવામાં લાગેલા છે જેનાથી સુરક્ષાની સાથે નજીકના અંતરવાળા તરંગો લાંબા અંતરવાળા તરંગો જેવું જે કામ કરે.

English summary
US researchers get success to built wirelessly powered pacemaker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X