રાહુલને મળી રહ્યા છે ચુંબન અને મોદીને લોકોની ચાહત!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી માથા પર છે પરંતુ ચૂંટણી પહેલા કોના ભાગે શું આવી રહ્યું છે તે ખૂબ જ રોમાંચક બાબત છે. એક તરફ ભાજપના વડાપ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદી છે, જેની ઝોળીમાં આવી રહી છે લોકપ્રસિદ્ધિ અને એક બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે, જેને મળી રહી છે ચુંબનોની સૌગાત.

રાહુલ ગાંધીને ચુંબન કરતી તસવીરો આજે આપે ચોક્કસ જોઇ હશે, પરંતુ શું આપને ખબર છે કે રાહુલ અને મોદીને લઇને અમેરિકાનું થિંક ટેંક શું વિચારી રહ્યું છે. અમેરિકાનું થિંક ટેંક પ્યૂ રિસર્ચ સેંટર દ્વારા કરાવવામાં આવેલા સર્વેથી માલૂમ પડ્યું છે કે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ભારતીય મૂળના લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે. 78 ટકા લોકોનું માનવું છે કે ભારતની સમસ્યાઓથી અન્યોની સરખામણીએ મોદી જ સારી રીતે લડી શકે તેમ છે.

સર્વે અનુસાર જનતાનું કહેવું છે કે ભાજપના સત્તામાં આવવાથી દેશને વિકાસના માર્ગે યોગ્ય દિશા મળી શકે છે. અને ભાજપ દેશની સામે જે પડકાર છે તેનો સામનો કરવામાં સક્ષમ છે. પછી ભલેને તે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, મજબૂત અર્થવ્યવસ્થાનો મુદ્દો હોય અથવા બેરોજગારીનો મુદ્દો હોય. લોકોના વિશ્વાસના કારણે ગુજરાતની વિકસિત છબી છે, જે દિવસેને દિવસે ચાર ગણી પ્રોગ્રેસ કરી રહ્યું છે. આવામાં મોદી પ્રત્યે લોકોની આસ્થા ખોટી નથી.

modi
મોદી સતત પોતાના આત્મવિશ્વાસથી જનતાના હૃદયમાં ઘર કરી લે છે અને તેમનું વિકાસ મોડેલ જનતાની આશાનો સહારો છે. પરંતુ મોદીની પોપ્યુલારિટી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પણ ભારે પડી રહી છે. અને ચિંતાનો વિષય બનતી જઇ રહી છે. રાહુલ ગાંધીને હજી સુધી ચુંબન ઉપરાંત જનતા પાસેથી કોઇ ખાસ સમર્થન મળ્યું નથી. હવે એ તો કોંગ્રેસ પાર્ટીની ઉપર નિર્ભર છે કે અમેરિકાના આ સર્વેક્ષણને જુઠ્ઠુ પાડવા તે શું કરશે.

Did You Know: 1991માં જ્યારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારે રાહુલ ગાંધી હાવર્ડ યુનિવર્સિટીમાં બી.એ. કરી રહ્યા હતા. પંરતુ સુરક્ષા કારણોને લીધે તેમને રોલિન્સ કોલેજમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જ્યા તેમણે નામ બદલીને અભ્યાસ કર્યો હતો. જ્યાં તેમને રાઉલ વિન્સી નામ આપવામાં આવ્યું હતું. તેમની અસલિયત યુનિવર્સિટીના કેટલાંક અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓને જ હતી.

English summary
According to survey conducted by an American think tank BJP’s PM candidate Narendra Modi is more popular than Rahul Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.