યુપી : જૌનપુર ખાતે જીપ પલટી, 12ના મોત

Accident Logo
જૌનપુર, 2 માર્ચ : ઉત્તર પ્રદેશના જૌનપુર ખાતેથી એક માઠાં સમાચાર આવે છે. જૌનપુર ખાતે શુક્રવારે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરી જીપમાં પરત ફરી રહેલા લોકો અકસ્માતનો ભોગ બની ગયાં. જીપ અચાનક પુલ ઉપરથી નીચે પડી જતાં તેમાં મુસાફરી કરતાં 12 જણાના મોત થઈ ગયાં. એટલું જ નહીં, અકસ્માતમાં ઘવાયેલ બે જણા હજીય ગંભીર હાલતમાં છે.

પોલીસના જણાવ્યા મુજબ 14 લોકોથી ભરેલી જીપ વારાણસીથી અંતિમ સંસ્કાર કરી પાછી ફરી રહી હતી. જૌનપુરના જલાલપુર પાસે જીપનું ટાયર અચાનક પંચર થઈ ગયું અને જીપ અસંતુલિત થઈ પલટીઓ ખાતી પુલ ઉપરથી નીચે પડી ગઈ. આસપાસના લોકોની મદદથી જીપને બહાર તો કાઢવામાં આવી, પરંતુ ત્યાં સુધી 11 જણાના મોત થઈ ચુક્યા હતાં.

અકસ્માતમાં ત્રણ જણા ગંભીર રીતે ઘવાયાં કે જેમને નજીકની હૉસ્પિટલે લઈ જવાયાં. ત્યાં એક ઈજાગ્રસ્તે દમ તોડી નાંખ્યો. બાકીના બે ઈજાગ્રસ્તોને વારાણસી ખાતેની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. જૌનપુર જિલ્લા અધિકારીએ આ અકસ્તમાના ભોગ બનેલાઓ માટે વળતરની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી રાહત કોષ તરફથી મતકોના પરિજનોને 2-2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રુપિયા આપવાની જાહેરાત કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X