
મહોબાઃ 80 વર્ષની મહિલાના ઘરમાં ઘૂસીને રેપ, નરાધમોએ મોઢામાં ઠૂસી દીધુ હતુ કપડુ
Mahoba Crime News: મહોબાઃ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ના મહોબા(Mahoba) જિલ્લામાં 80 વર્ષની મહિલા સાથે હેવાનિયતની ખૂબ જ સનસનીખેજ ઘટના સામે આવી છે. બે જણાએ મહિલાના મોઢામાં કપડુ ઠૂંસીને તેની સાથે રેપની ઘટનાને અંજામ આપ્યો અને ત્યાંથી ભાગી ગયા. મહિલાના દોહિત્રએ પોલિસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલિસે બંને આરોપીઓ સામે કેસ નોંધીને તેમની શોધ શરૂ કરી દીધી છે.
વૃદ્ધાને ઘરે એકલા મૂકીને ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો પરિવાર
મહોબામાં ખરેલાના એક ગામની ઘટના છે. માહિતી મુજબ બે ફેબ્રુઆરીની રાતે 80 વર્ષની વૃદ્ધા ઘર એકલા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે પરિવારના બધા સભ્યો ઘરમાં બહાર તાળુ મારીને ગામમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં શામેલ થવા ગયા હતા. અડધી રાતે બે યુવક ઘરની દીવાલ કૂદીને અંદર ઘૂસી ગયા અને વૃદ્ધાના મોઢામાં કપડુ ઠૂંસીને તેમના સાથે હેવાનિયત કરી. આ દરમિયાન લગભગ રાતે ત્રણ વાગે પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા. તાળુ ખોલતા જ એક યુવક ભાગતો દેખાયો. પરિવારજનોએ અંદર જઈને જોયુ તો વૃદ્ધાના મોઢામાં કપડુ ઠૂંસેલુ હતુ અને તેમના કપડા પણ અસ્તવ્યસ્ત હતા. પરિવારજનોએ પૂછપરછ કરી તો તેમણે આખી વાત જણાવી.
આ મામલે વૃદ્ધાના દોહિત્રએ ખરેલા પોલિસ સ્ટેશમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓની શોધમાં લાગેલી પોલિસે વૃદ્ધાના દોહિત્રની ફરિયાદના આધારે પોલિસે બે લોકો સામે રિપોર્ટ નોંધ્યો છે. પોલિસે જણાવ્યુ કે ફરિયાદના આધારે આરોપી ફૂલ્લુ ઉર્ફે ફૂલચંદ્ર નિવાસી કંચેરી હમીરપુર તેમજ એક અજ્ઞાત સામે મારપીટ તેમજ રેપનો રિપોર્ટ નોંધીને વૃદ્ધાને મેડિકલ પરીક્ષણ માટે જિલ્લા હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આરોપીઓની શોધ માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. જલ્દી બંનેની ધરપકડ કરી લેવામાં આવશે. સીઓ ચરખારી રાજકુમાર પાંડેયે પણ ઘટના સ્થળે પહોંચીને પીડિત પરિવાર પાસેથી માહિતી મેળવી.
દિલ્લી સિવાય આખા દેશમાં થશે ચક્કાજામ, ટિકેતે જણાવ્યો પ્લાન