For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી વિધાનસભા ચૂંટણીનો 5મો તબક્કોઃ અયોધ્યા અને પ્રયાગરાજ પર બધાની નજર, દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, 10 મોટી વાત

યુપી વિધાનસભા ચૂંટણીનો 5મો તબક્કોઃ અયોધ્યા અને પ્રયાગરાજ પર બધાની નજર, દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, 10 મોટી વાત

|
Google Oneindia Gujarati News

Uttar Pradesh Assembly Election 2022: આજે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન થવા જઈ રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન કરાવવા માટે પ્રશાસને પુખ્તા ઈંતેજામ કર્યા છે. આજે 12 જિલ્લાની 61 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થવા જઈ રહ્યું છે. આ તબક્કાની ચૂંટણીમાં અયોધ્યા અને પ્રયાગરાજ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. આ ક્ષેત્રોથી કેટલાય દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. પાંચમા તબક્કામાં692 ઉમેદવારો મેદાનમાં છે, જેમના રાજનૈતિક ભાગ્યનો ફેસલો 2.24 કરોડ મતદાતા કરશે. રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીમાં પ્રમુખ ચૂંટણી મુકાબલા છે.

Uttarakhand Assembly Election 2022

10 પોઈન્ટમાં જાણો બધું જ

  • યુપીના પાંચમા તબક્કાના મતદાનમાં સામેલ ક્ષેત્રોમાં સૌથી વધુ ચર્ચામાં રહેનાર ચૂંટણી ક્ષેત્ર અયોધ્યા છે, જેનું કારણ રામ મંદિર નિર્માણ છે. ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે 2019ના સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અયોધ્યામાં આ પહેલી મોટી ચૂંટણી છે. વર્ષ 1980ના દશકમાં રામ જન્મભૂમિ આંદોલન શરૂ થયા બાદથી અયોધ્યા જિલ્લો 1991થી ભાજપનો ગઢ રહ્યું છે.
  • અયોધ્યામાં ભાજપના તાત્કાલિન ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા સામે સપાએ બ્રાહ્મણ ચેહરો તેજ નારાયણ પાંડેને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે પાંડેએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટથી જીત હાંસલ કરી હતી. આ વખતેની યૂપીની ચૂ્ંટણીમાં મંદિરની રાજનીતિ એક નવું પહેલું જોડાઈ ગયું છે. વિવિધ રાજનૈતિક દળોના નેતા, પછી તે સપા પ્રમુખ અખિલેશ યાદવ હોય અથવા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, તેમણે પાર્ટી લાઈનથી હટી મંદિરોમાં જઈ દર્શનનો મોકો નથી છોડ્યો. જેને ભાજપના વોટબેંકમાં તિરાડ પાડવાની કોશિશ તરીકે જોવામાં આવી શકે છે.
  • વર્ષ 2017માં ભાજપે પૂર્વી યૂપીના આ ક્ષેત્રથી 55 સીટોમાંથી 38 સીટ જીતી હતી, જ્યારે સપાએ 15 અને કોંગ્રેસે બે સીટ પર જીત હાંસલ કરી હતી. આ તબક્કામાં પૂર્વી ઉત્તર પ્રદેશના અયોધ્યા, સુલ્તાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી, બહરાઈચ, શ્રીવસ્તી, ગોંડા, અમેઠી અને રાયબરેલી સહિત 12 જિલ્લામાં કુલ 61 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયું છે જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.
  • ચૂંટણી મુદ્દાઓની વાત હોય તો પ્રવાસી મજૂરોના રોજગાર છિનવવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી, બેરોજગાર ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ અસામાજિક તત્વોની સમસ્યાછે જે સત્તારૂઢ ભાજપ માટે પરેશાનીનું કારણ છે. આ તબક્કામાં આ મુદ્દા ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ઉપરાંત સત્તા-વિરોધી માહોલ પણ છે જેની અસર મતપેટિઓ ખુલવા પર સામે આવી શકે છે.
  • અખિલેશ યાદવના નેતૃત્વ વાળી સમાજવાદી પાર્ટી યાદવ અને મુસ્લિમ વોટ બેંકને મજબૂત કરવાની સાથોસાથ યુવા મતદાતાઓ પર નજર નાખીને બેઠી છે. અસાદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં છે અને આ મુસ્લિમ વોટર્સના મામલામાં સપાના સોશિયલ એન્જીનિયરિંગના ગણિતને બગાડી શકે છે. બસપા સુપ્રીમો માયાવતી આક્રમક પ્રચારના મામલામાં અપેક્ષાકૃત બૈકફુટ પર જોવા મળ્યાં, પરંતુ તેમને પોતાના મૂળ દલિત વોટ બેંક પર ભરોસો છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું પાવર-પેક ચૂંટણી અભિયાન ચલાવ્યું છે.
  • આ તબક્કાની વધુ એક સૌથી ચર્ચિત સીટ અમેઠી છે જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ ભાજપે જીતી લીધી હતી. ભાજપના ગરિમા સિંહે પાછલી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ગાયત્રી પ્રસાદને 5 હજારથી વધુ મતે હરાવ્યા હતા. જો કે ભાજપે આ વખતે ગરિમા સિંહને ટિકિટ નથી આપી અને તેમના પતિ સંજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પાછલા વર્ષે નવેમ્બરમાં સામૂહિક દુષ્કર્મ મામલામાં સપા નેતા પ્રજાપતિના જેલ ગયા બાદ સપાએ તેમની પત્ની મહારાજી પ્રજાપતિને મેદાનમાં ઉતાર્યાં છે. કોંગ્રેસે ભાજપ છોડીને આવેલા આશીષ શુક્લાને સંજય સિંહ સામે મેદાનમાં ઉતાર્યા છે.
  • આ તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં કોંગ્રેસ વિધાયક દળના નેતા આરાધના મિશ્રા પણ સામેલ છે જેઓ પ્રતાપઢની રામપુર ખાસ સીટથી ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત રઘુરાજ પ્રતાપ સિંહ એટલે કે રાજા ભૈયા કુંડાથી ચૂંટણી લડી રહ્યા છે. રાજા ભૈયાના ગઢ કુંડામાં પણ આજે જ મતદાન છે.
  • પાંચમા તબક્કામાં કેટલીય મંત્રીઓ પણ મેદાનમાં છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કૌશાંબી જિલ્લાની સિરાથૂ વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. ઈલાહાબાદ પશ્ચિમથી સિદ્ધાર્થ નાથ સિંહ, ઈલાહાબાદ દક્ષિણથી નંદ ગોપાલ ગુપ્તા નદી, મનકાપુરથી રમાપતિ શાસ્ત્રી અને પટ્ટીથી રાજેન્દ્ર સિંહ ઉર્ફ મોતી સિંહ ચૂંટણી મેદાનમાં છે.
  • ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાર તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. પાંચમા તબક્કાનું મતદાન આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ છે જેમાં પ્રમુખ રૂપે પૂર્વ ક્ષેત્ર કવર થશે. બચેલા 2 તબક્કાનું મતદાન 3 માર્ચ અને 6 માર્ચના રોજ થશે. મતોની ગણતરી 10 માર્ચે થશે.
  • પ્રયાગરાજમાં, પૂર્વ ઈલાહાબાદમાં આજે મતદાન થશે. આ શહેર એક પવિત્ર હિંદુ સ્થળ "સંગમ"નું ઘર છે, અને કેટલાય કોચિંગ સેન્ટરને કારણે પણ સમુદાયોથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં રહે છે.
English summary
uttar pradesh assembly election 2022: polling on 61 seat in 5th phase, read all details in 10 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X