મંત્રીઓના કામકાજ પર નજર રાખશે સીસીટીવી કેમેરા

akhilesh-singh-yadav
લખનૌ, 21 ઑક્ટોબરઃ અખિલેશ યાદવ હવે પોતાના મંત્રીઓના કામકાજ પર નજર રાખશે, આ માટે પ્રત્યેક મંત્રીના ઘરના દરવાજા પર સીસી ટીવી કેમેરા લગાવાશે તેથી તેમના ઘરે આવનારાઓ પર નજર રાખી શકાય.

સરકારના આ પગલાને લઇને તેમના કેટલાક મંત્રી નારાજ છે, બીજી તરફ વિપક્ષીય દળો તેને અંગતતા ભંગની વાત કહીંને આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યાં છે. સરકારે એવો તર્ક વ્યક્ત કર્યો છે કે પ્રશાસનિક કામોમાં પારદર્શકતા આવશે તેથી લોકોની એ ફરિયાદ દૂર થશે કે મંત્રીઓના ઘરમાં ખોટા લોકોની અવર-જવર છે.

સૂત્રોનું કહેવુંછે કે સમાજવાદી પાર્ટી સરકાર પોતાના મંત્રીઓ પર નિયંત્રણ બનાવવાની યોજના કરી રહી છે. મંત્રીઓ પર નિયંત્રણ રાખવાની નિયતથી સરકારે નિર્ણય કર્યો છે કે મંત્રી આવાસો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જેનું રેકોર્ડિંગ મુખ્યમંત્રી કાર્યાલય પાસે રહેશે.

સપાના મંત્રી સરકારના આ પગલાથી નારાજ છે, તેમનું કહેવું છે કે, આમ કરવું ખોટું છે કારણ કે તેનાથી તેમના જીવનની અંગતતા સમાપ્ત થઇ જાય છે. કેટલાક મંત્રીઓનું કહેવું છે કે તેનાથી વ્યક્તિગતતા સમાપ્ત થઇ જશે. મંત્રીઓનું કહેવું છે કે આમ કરવાથી તેમના ઘરે આવનારાઓની ગુપ્તતા પણ ખત્મ થઇ જશે.

જ્યારે સરકાર એવો તર્ક આપી રહી છે કે તેનાથી સરકારી કામકાજમાં પારદર્શકતા આવશે અને સામાન્ય લોકોની ફરિયાદો પણ દૂર થશે કે મંત્રીઓ ખોટા કામ કરી રહ્યાં છે. બીજી તરફ સુરક્ષાના કારણે પણ સીસીટીવી કેમેરા અસરકારક સાબિત થશે.

અધિકારીઓએ તર્ક આપ્યો છે કે ઘણા મંત્રીઓના વિભાગ સંવેદનશિલ છે જેના કારણે તેમની સુરક્ષા અતિમહત્વપૂર્ણ છે અતઃ સીસીટીવી કેમેરા તેમની સુરક્ષાના એક હથિયાર તરીકે સાબિત થશે. શહેરમાં એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવશે, જેનાથી બધા કમરા જોડાયેલા હશે અને ત્યાં બધું રેકોર્ડિંગ થશે. રેકોર્ડિંગ સીએમ કાર્યાલયને મોકલવામાં આવશે.

આ કામમાં એક મંત્રીના ઘરે કેમેરા લગાવવાનો ખર્ચ એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધી થશે. આ વચ્ચે વિપક્ષી દળો કોંગ્રેસ અને ભાજપના મંત્રીઓ તરફ બોલવાનું શરૂ કર્યું છે. ભાજપે કહ્યું છે કે આનાથી મંત્રીઓની ગુપ્તતા ખતરામાં છે સરકારે આ બધુ કરવાના બદલે સામાન્ય જનતા માટે યોજનાઓ શરૂ કરવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X