ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને કરી અપીલ, સમજી-વિચારીને લો નિર્ણય
Yogi Adityanath Appeal: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાલે રાતે એક વીડિયો જાહેર કર્યો. જેમાં તેમણે જનતાને અપીલ કરી છે. મુખ્યમંત્રી યોગીએ જનતાને અપીલ કરીને કહ્યુ કે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સમજી-વિચારીને નિર્ણય લો અને પોતાના અધિકારનો યોગ્ય ઉપયોગ કરો.
સીએમ યોગીએ જનતાને સાવધ કરીને કહ્યુ કે આ વખતે ચૂંટણીમાં યોગ્ય નિર્ણય લેજો નહિતર પાંચ વર્ષના કરેલા કામ પર પાણી ફરી વળશે. એવો નિર્ણય લો, જે તમારા પરિવાર માટે ભયમુક્ત જીવનની ગેરેન્ટી બને.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે જનતાને કહ્યુ, 'મતદાતા ભાઈઓ-બહેનો હવે એક મોટા નિર્ણયનો સમય આવી ગયો છે. મને માત્ર એક જ ચિંતા છે કે, જે તોફાનીઓ અને ગુનેગારો પર રાજ્યમાં અંકુશ લાગ્યો છે, એ બધા હવે ફરીથી સક્રિય થઈ રહ્યા છે. એ લોકો વારંવાર ધમકી આપી રહ્યા છે કે જરા આવવા દો અમારી સરકારને.'
સીએમ યોગીએ વધુમાં ઉમેર્યુ કે, 'મારી જનતા અપીલ છે કે સાવધાન રહો. પાંચ વર્ષની મહેનત પર પાણી ફરી જશે એટલુ જ નહિ ઉત્તર પ્રદેશને આ વખતે કાશ્મીર, બંગાળ અને કેરળ બનતા વાર પણ નહિ લાગે. તમારો મત આવનારા પાંચ વર્ષોની અમારી તપસ્યા માટે તમારા આશીર્વાદ હોય. એનાથી પણ વધુ, આ મત આવનારા સમયમાં તમારા અને તમારા પરિવાર માટે ભયમુક્ત જીવનની ગેરેન્ટી પણ બને.'












Click it and Unblock the Notifications
