બેશરમ પોલીસઃ યુપીમાં રેપ પીડિતાનો ઉડાવી મજાક

uttar-pradesh-map1
દેવરિયા, 22 માર્ચઃ ઉત્તર પ્રદેશના યુવા પ્રધાનમંત્રી પોતાના અધિકારીઓને સુધારવાના ભલે ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ યુપીની પોલીસ છે જે બદલવાનું નામ જ નથી લેતી. એક તરફ જ્યાં આખો દેશ મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતિત છે તો બીજી તરફ યુપીની બેશરમ પોલીસ છે જે રેપ પીડિતાની મજાક ઉડાવી રહી છે.

કિસ્સો દેવરિયાનો છે. જ્યાં એક રેપ પીડિતા જ્યારે પોલીસમાં પોતાની સાથે થયેલા અત્યાચાર વિરુદ્ધ કેસ દાખલ કરાવવા ગઇ તો તેની મદદ કરવાના બદલે પોલીસે તેની મજાક ઉડાવી હતી. માહિતી અનુસાર ગામના જ એક દબંગે એક મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે તે હિંમત એકઠી કરીને તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા ગઇ તો ત્યાંના એએસપીએ ફરિયાદ દાખલ કરવાના બદલે બધાની વચ્ચે મહિલાની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી.

દેવરિયાના એએસપી કેશવ ચંદ્ર ગોસ્વામીએ બધાની સામે મહિલાને એવા પ્રશ્નો કર્યા કે જેને સાંભળીને કોઇને પણ શરમ આવી જાય. પીડિત મહિલાની એફઆઇઆર દાખલ કરવના બદલે એએસપી તેને ત્યાં જ પ્રશ્નો કરવા લાગ્યા. તેની ઉંમરને લઇને કહ્યું કે, તે બે બાળકોની માતા છે, તેની ઉંમર થઇ ગઇ છે, તેની સાથે કોણ બળાત્કાર કરશે. તેમણે મહિલા પર ખોટુ બોલવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરવાની ના પાડી દીધી. દેવરિયાના એએસપી દ્વારા મહિલા સાથે આ રીતે વર્તન કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ મમતા શર્માએ આરોપી એએસપીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X