ઉત્તર પ્રદેશ : સમાજવાદી પાર્ટીએ BJP સોશિયલ મીડિયા અધ્યક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી, જાણો શું છે પુરો વિવાદ?
રિચા રાજપૂતના ટ્વિટનો ફોટો શેર કરતા સપાએ તેના સત્તાવાર હેન્ડલ પર લખ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેના યુવા નેતાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષની પત્ની અને પુત્રી પર અભદ્ર ટિપ્પણીઓ કરાવી રહી છે.
લખનૌ : ઉત્તર પ્રદેશમાં બીજેપી અને સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક જંગમાં હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બીજેપીનો આરોપ છે કે સમાજવાદી પાર્ટીના નેતાઓ મર્યાદા તોડતા બીજેપીના નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. જેને લઈને પોલીસે સપાના ટ્વિટર સંચાલક મનીષ જગનની ધરપકડ કરી હતી.

પોલીસની કાર્યવાહી બાદ સતત બબાલ ચાલી રહી છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. હવે સમાજવાદી પાર્ટીના ઉત્તમ પટેલે ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ ડો.રિચા રાજપૂત વિરુદ્ધ કાઉન્ટર એફઆઈઆર દાખલ કરી છે. તેમના પર સપા સુપ્રીમો અખિલેશ યાદવની પત્ની અને પુત્રી પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.
સામે આવી રહેલી વિગતો અનુસાર, આજે સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તર પટેલ લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અહીં રિચા રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે બીજેપી નેતાએ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને તેમની પુત્રી વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કર્યા છે. તેમણે તેના સ્ક્રીનશોટ પોલીસને આપ્યા છે.
તેમણે રિચા રાજપૂતના ટ્વિટનો ફોટો શેર કરતા સપાએ તેના સત્તાવાર હેન્ડલ પર લખ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેના યુવા નેતાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષની પત્ની અને પુત્રી પર અભદ્ર ટિપ્પણીઓ કરાવી રહી છે. અભદ્રતાનો પરિચય આપનાર નેતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમના પર કાર્યવાહી ક્યારે થશે?
અહીં તમને જણાવી દઈએ કે, 6 જાન્યુઆરીએ રિચા રાજપૂતે સમાજવાદી પાર્ટી મીડિયા સેલના ટ્વિટર હેન્ડલ પર રેપ અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લગાવ્યો છે. તેમની ફરિયાદના આધારે લખનૌ પોલીસે એફઆઈઆર નોંધીને મનીષ જગનની ધરપકડ કરી હતી. જે બાદ સપા કાર્યકરો હંગામો કરી રહ્યા છે.
આ મુદ્દે લખનૌ પોલીસ કમિશનરે કહ્યું કે, તપાસ કરાઈ રહી છે. જેમ જેમ લોકોના નામ સામે આવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ એડીજી કાયદો અને વ્યવસ્થાએ કહ્યું કે, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષે સવાલ કર્યો છે કે પોલીસે એસપી મીડિયા સેલ સાથે સંકળાયેલા મનીષ જગન અગ્રવાલની ધરપકડ કેમ કરી? પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદેસર અને નિયમો અનુસાર છે. ટ્વીટમાં હદ વટાવવા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
