For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી: લગ્નના બીજા જ દિવસે ઝાડ પર લટકેલા મળ્યા પતિ-પત્ની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

murder-first-night
દેવરિયા, 6 જૂન: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક ભયાનક મુદ્દો સામે આવ્યો છે. અહી સરતુનવા ક્ષેત્રના પિપરા ગામમાં એક પતિ-પત્ની લાશ ફાંસીના ફંદા વડે ઝાડ પર લટકેલા મળ્યા. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશોને નીચે ઉતારી અને પોર્સ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. પોલીસે જણાવ્યું કે જે જોડાના લાશ મળી આવી છે તેમની ઓળખ નાગેન્દ્ર અને તેમની પત્ની સંગીતાના રૂપમાં થઇ છે. પોલીસે જણાવ્યું કે યુવકની ઉંમર લગભગ 25 વર્ષ છે અને યુવતીની ઉંમર 20 વર્ષની છે અને બંનેના મોંઢામાં કપડાંનો ડૂચો લગાવેલો હતો.

પોલીસના ઉચ્ચ અધિકારીઓના અનુસાર મૃતક નાગેન્દ્ર રામપુર કારખાના વિસ્તારમાં વિછુઆ ગામના નિવાસી તથા મૃતકા સંગીતા ફરેના ગામના નિવાસી હતી. બંનેના લગ્ન ગત મેના રોજ થયા હતા. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ પોલીસ તેને ઑનર કીલિંગના કેસ સાથે જોડીને જુએ છે. પોલીસનું કહેવું છે કે પ્રેમ પ્રસંગના લીધે બંનેને મારીને કદાચ ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ યુપીમાં મહિલાઓ વિરૂદ્ધ ઉત્પીડનના ઘણા કેસ સામે આવ્યા છે. યુપીના બદાયૂ જિલ્લામાં તાજેતરમાં જ બે બહેનો સાથે ગેંગરેપ ગુજારી તેમને ઝાડ પર લટકાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉસહૈત પોલીસ ક્ષેત્રના કટરા ગામમાં 14 અને 15 વર્ષની બે કાકાની બહેનો રાત્રે શૌચ કરવા માટે ગામની બહાર ગઇ હતી. તેમના ઘરે પરત ન ફરવા પર પરિજને રાતભર તેમની શોધ કરી. સવારે એક બગીચામાં કેરીના ઝાડ પરથી બે છોકરીઓની લાશ લટકેલી જોવા મળી. આ મુદ્દે રાજકીય વર્તુળને હચમચાવી મુક્યું છે.

English summary
The bodies of a man and woman were found hanging from a tree in Uttar Pradesh's Deoria district on Thursday, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X