Uttarakhand: સેનાના સર્ચ ઑપરેશનમાં અત્યાર સુધીમાં 26 શબ જપ્ત, 171 હજુ પણ ગાયબ
દહેરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવાના કારણે આવેલ પૂરમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા. ઘણા વિકાસના પ્રોજેક્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા. લેટેસ્ટ આંકડાઓ મુજબ આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા 26 લોકોના શબ જપ્ત કરવામાં આવી ચૂક્યા છે જ્યારે 171 લોકો હજુ પણ ગાયબ હોવાના સમાચાર છે. આ ઉપરાંત ઘણી બધી એજન્સીઓ ફસાયેલા લોકોને બચાવવા માટે રાત દિવસ કામ કરી રહી છે. વળી, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રએ શબોને જપ્ત કરવાની સૂચના આપી. આ ઉપરાંત કેન્દ્રએ આ દૂર્ઘટનામાં મરનારની સંખ્યા વધવાની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સાંસદોના એક પ્રતિનિધિ મંડળને રાજ્યની જનતાના સમર્થનનુ આશ્વાસન આપ્યુ અને કહ્યુ કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કુદરતી આફત સામે લડવા માટે ત્યાં માળખાગત ઢાંચાનો વધુ મજબૂત કરવામાં આવશે.
વિશેષજ્ઞો કુદરતી આફતના સાચા કારણો જાણવામાં લાગ્યા
વિશેષજ્ઞોની એક ટીમ આ કુદરતી આફતની પાછળના સાચા કારણો જાણવામાં લાગી છે. તમને જણાવી દઈએ કે કુદરતી આફતના કારણો જાણવા માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. મીટિંગ બાદ સીએમે પત્રકારોને કહ્યુ, 'આ દૂર્ઘટના લાખો મેટ્રિક ટન બરફની પહાડીની ઉપર એક ટ્રિગર પોઈન્ટથી અચાનક લપસવાના કારણે બની.' તેમણે આગળ કહ્યુ કે 'અમને આ કુદરતી આફત માટે જવાબદાર કારણ જાણવા મળ્યા છે અને હવે અમે એક વ્યાપક વિશ્લેષણ બાદ કોઈ પણ સંભવિત કુદરતી આફતને રોકવા માટે વિસ્તૃત યોજના બનાવીશુ.' વળી, વિશેષજ્ઞોએ આ દૂર્ઘટના પાછળ ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર ગણાવ્યુ છે. વિશેષજ્ઞોનુ માનવુ છે કે ગરમી વધવાના કારણે ભારે માત્રામાં પહાડો પર બરફ પીગળી રહ્યો છે જેના કારણે આવી દૂર્ઘટનાઓ સામે આવી રહી છે. વળી, ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (જીએસઆઈ)ના મહાનિર્દેશક રંજીત નાથે કહ્યુ કે એ હજુ પણ સ્પષ્ટ નથી કે આ પૂર કોઈ હિમનદીય ઝીલના ફાટવાથી થઈ કે પછી કોઈ ભૂસ્ખલન કે હિમસ્ખલન આ પૂરનુ કારણ બન્યુ.
સતત ચાલુ છે બચાવ કાર્ય
આ દૂર્ઘટનામાં ગાયબ થયેલા લોકોને શોધવાનુ કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગાયબ લોકોમાં જળ વિદ્યુત પરિયોજનાના સ્થળે કામ કરનારા લોકો અને એ ગ્રામીણો શામેલ છે જેમના ઘર નદીના તટની એકદમ નજીક બનેલા હતા. તેમણે કહ્યુ કે આ દૂર્ઘટનામાં તપોવન વિષ્ણુગડ પાવર પ્રોજેક્ટ અને ઋષિગંગા હાઈડિલ પ્રોજેક્ચને મોટાપાયે નુકશાન થયુ છે. આ ઉપરાંત પ્રોજેક્ટ પર કામ કરનાર ઘણા લોકો તપોવન ટનલમાં ફસાયેલા છે. તેમણે કહ્યુ કે દૂર્ઘટનાના કારણે પુલો તૂટવાથી 13 ગામો સાથે સંપર્ક તૂટી ગયો છે. ઉત્તરાખંડ પોલિસ મહાનિર્દેશક અશોક કુમારે આ માહિતી આપીને કહ્યુ કે આ ગામોમાં વિમાન દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે.
તેમણે કહ્યુ કે જોશીમઠ પાસે પ્રભાવિત વિસ્તારોમાં આર્મી, આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તપોવન વિષ્ણુગડ પરિયોજનામાં તપોવન ટનલમાં ફસાયેલા 30-35 લોકોને કાઢવા માટે ઝડપથી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. અધિકારીઓએ કહ્યુ કે 27 લોકોને જીવતા બચાવી લેવાયા છે. આમાંથી 12ને તપોવન-વિષ્ણુગઢ પરિયોજના સ્થળ પર બે સુરંગોમાંથી અને 15 ઋષિગંગા સ્થળથી બચાવવામાં આવ્યા. ઉત્તરાકંડના પોલિસ મહાનિર્દેશક અશોક કુમારે કહ્યુ કે તપોવનમાં 250 મીટિરની સુરંગમાં ફસાયેલા 30-35 મજૂરોને બચાવવાના પ્રયત્નો સતત ચાલુ છે. તેમણે કહ્યુ કે સુરંગ થોડી વળાંકમાં હોવાના કારણે બચાવ દળને ઘણી મુશ્કેલી થઈ રહી છે.
26 જાન્યુઆરીની હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ