For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ : 900 ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયત્ન ચાલુ

|
Google Oneindia Gujarati News

uttarakhand-rescue
દહેરાદૂન, 1 જુલાઇ : ઉત્તરાખંડમાં અનેક જગ્યાઓએ ખરાબ હવામાન હોવા છતાં બદ્રીનાથમાં ફસાયેલા 900 લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રશાસને કેદારનાથ ઘાટીમાં ફેલાયેલા હજારો ટન કચરામાં દટાયેલા મૃતદેહોને શોધી કાઢીને તેમના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી પણ ચાલુ રાખી છે.

દહેરાદૂનમાં ખરાબ હવામાન છતાં સોમવારે સવારે જ ચમોલીથી 300 શ્રદ્ધાળુઓ અને બદ્રીનાથથી 600 શ્રદ્ધાળુઓમે નિકાળીને જોશીમઠ પહોંચાડવાની કામગરીરી ચાલુ રાખવામાં આવી છે. જોશીમઠથી શ્રદ્ધાળુઓને સડક માર્ગથી આગળ લઇ જવામાં આવી રહ્યા છે. એક નવા અહેવાલ મુજબ ઉત્તરાખંડ હોનારતમાં હજી પણ અંદાજે 3000 લોકો ગુમ થયા હોવાની શક્યાતા છે.

આ બાબતે સંબંધિત રાજ્યોના પ્રમુખ સચિવો પાસેથી તેમના રાજ્યના ગુમ લોકોની યાદી તપાસવા કહેવામાં આવ્યું છે. જો ગુમ થયેલા લોકોની ભાળ એક મહિનામાં મેળની શકાશે નહીં તો તેમને મૃત જાહેર કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે કુદરતી પ્રકોપના 16મા દિવસે કેદારનાથમાં માત્ર 36 મૃતદોહેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન અંતિમ સંસ્કાર કરી શકાયા ન હતા.

રાજ્ય સરકારે ચિકિત્સા નિષ્ણાતો, પ્રશિક્ષિતો, પોલીસકર્મીઓ અને નગર નિગમના સહાયકોની 200 સભ્યોની ટુકડીને ઘાટીમાં મોકલી છે. જેથી કાટમાળમાં ફસાયેલા મૃતદેહોને કાઢીને તેમના અંતિમ સંસ્કાર કરી શકાય.

English summary
Uttarakhand : Continue try to rescue 900 stranded people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X