Uttarakhand Earthquake : ઉત્તરાખંડમાં ફરી ધરા ધ્રુજી, પિથોરાગઢમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ
Uttarakhand Earthquake : ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં રવિવારની સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે.
Uttarakhand Earthquake : દેવભૂમિ ઉત્તરાખંડના સિમાંત જિલ્લાના પિથોરાગઢમાં રવિવારના રોજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આંચકા સવારે 8 કલાક અને 58 મીનિટ પર અનુભવાયા હતા. આ આંચકાની તીવ્રતા 3.8 મેગ્નીટ્યુ઼ડ માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના પિથોરાગઢથી 23 કિલોમીટર નોર્થ વેસ્ટ હતું.

પિથોરાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢ જિલ્લામાં રામગંગા નદીના કિનારે રૂઇનાથલ અને ઉપરાડા પંથક નજીક હતું. કેન્દ્રની ઊંડાઈ 10 કિમી હતી. જોકે, આ ભૂકંપથી કોઈ નુકસાનના અહેવાલ નથી. આ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. કારણ કે, જોશીમઠમાં જમીન ફાટવાની ઘટનાઓ વચ્ચે ઉત્તરાખંડના લોકો હવે પહેલા કરતા વધારે સતર્ક થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, જોશીમઠ દુર્ઘટના બાદ ઉત્તરાખંડના ઘણા ભાગોમાંથી ભયાનક તસવીરો સામે આવી હતી. જોશીમઠ ઉપરાંત ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં પણ તિરાડો પડી રહી હોવાની ઘટનાઓ જોવા મળી રહી છે.
ઉત્તરકાશીમાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા
ઉત્તરકાશી જિલ્લામાં ગત 12 જાન્યુઆરીના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. આ ઉપરાંત 18 ડિસેમ્બરના પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.












Click it and Unblock the Notifications
