Uttarkashi Tunnel : ઉત્તરકાશી ટનલ અકસ્માત અંગે અદાણી ગ્રુપે સ્પષ્ટતા જાહેર કરી, સંબંધ ન હોવાનું જણાવ્યુ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ અકસ્માતમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એક તરફ બચાવ અભિયાન અને બીજી તરફ રાજનીતિ શરૂ થઈ છે.
સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે કે આ ટનલ કઈ કંપની બનાવી રહી હતી? આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ટનલ નિર્માણમાં અદાણી ગ્રુપનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. આ પછી અદાણી ગ્રુપે ખુલાસો જાહેર કર્યો છે.

અદાણી ગ્રુપ કંપનીના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ નિવેદનોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડમાં સુરંગમાં ફસાયેલા મજૂરોના મામલામાં કેટલાક લોકો આને અદાણી ગ્રુપ સાથે જોડી રહ્યા છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
અદાણી ગ્રૂપ અથવા તેની કોઈપણ કંપની આવી કોઈપણ ટનલ નિર્માણમાં કોઈ સંડોવણી નથી. કંપનીને આ સાથે જોડવાનો પ્રયાસ નિંદનીય છે. સુરંગમાં ફસાયેલા મજૂરોને તેમાંથી જલ્દી બહાર લાવવામાં આવે તેવી પ્રાર્થના.
આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટનલ નિર્માણમાં લાગેલી કંપનીના સંબંધો અદાણી ગ્રુપ સાથે સામે આવ્યા છે.
Clarification on nefarious attempts to link us to the unfortunate collapse of a tunnel in Uttarakhand. pic.twitter.com/4MoycgDe1U
— Adani Group (@AdaniOnline) November 27, 2023
વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ એક પોસ્ટમાં આવો સવાલ ઉઠાવ્યો છે. સાથે જ એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ આ મુદ્દે એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, ઉત્તરાખંડમાં જે સુરંગ તૂટી પડી તે કોણ બનાવી રહ્યું હતું? નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ વિશે કેટલીક વિગતો પ્રકાશમાં આવી છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે. આ નિવેદનો બાદ જ કંપની તરફથી આ સ્પષ્ટતા સામે આવી છે.












Click it and Unblock the Notifications
