Uttarkashi Tunnel: સુરંગના એ 17 દિવસ કેવા હતા, શ્રમિક વિશ્વજીતે બહાર આવી સંભળાવી આપવીતી
Uttarkashi Tunnel: 12 નવેમ્બરે ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ કામદારો સ્વસ્થ છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હવે ટનલમાંથી બહાર આવેલા એક મજૂરે તેની 17 દિવસની અગ્નિપરીક્ષા શેર કરી છે.
12 નવેમ્બરે થયેલા અકસ્માત બાદ 41 કામદારો 17 દિવસ સુધી ટનલની અંદર કેદ રહ્યા હતા. તેમને બચાવવા માટે બહાર ભારત અને વિદેશની NDRF, SDRF સહિતની ઘણી ટીમો બચાવ કામગીરીમાં લાગી હતી. આવી સ્થિતિમાં બચાવી લેવાયેલા કાર્યકર વિશ્વજીત કુમાર વર્માએ શું કહ્યું તે જાણો અહીં.

કામદારો હાલમાં ચિન્યાલીસૌરમાં બનેલા આરોગ્ય કેન્દ્રમાં છે. જ્યાં 41 કામદારોમાંથી એક વિશ્વજીત કુમાર વર્માએ કહ્યું કે જ્યારે કાટમાળ પડ્યો ત્યારે અમને ખબર પડી કે અમે ફસાયા છીએ. પહેલા 10થી 15 કલાકમાં અમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પછી બધાએ અમને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો.
તેણે કહ્યું કે, ''દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓક્સિજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમને પહેલા 10-15 કલાક સુધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, બાદમાં પાઈપ દ્વારા ખોરાક પૂરો પાડવામાં આવ્યો. બાદમાં માઈક લગાવી પરિવાર સાથે વાતચીત કરવામાં આવી હતી. હવે હું ખુશ છું."
અન્ય એક કાર્યકર સુબોધ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, "અમારે ત્યાં (ટનલ) 24 કલાક સુધી ખોરાક અને હવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ખાદ્ય પદાર્થોને પાઇપ દ્વારા મોકલવામાં આવ્યા હતા. હું સ્વસ્થ છું, કોઈ સમસ્યા નથી. તે મુશ્કેલ હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારોની મહેનતના પરિણામે હું બહાર નીકળી શક્યો છું."
એનડીઆરએફના જવાન મનમોહન સિંહ રાવત કે જેમણે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી 41 કામદારોને બચાવ્યા હતા, તેમણે કહ્યું, "જેવો હું ટનલની અંદર પહોંચ્યો, બધા કામદારો ખૂબ જ ખુશ હતા કે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે, અમારા માટે ખૂબ જ પડકારજનક હતુ, તેમનું માનસિક સંતુલન જાળવી રાખવા માટે, અમે તેમને ખાતરી આપતા રહ્યા કે તેમને જલ્દીથી બચાવી લેવામાં આવશે."
#WATCH | First exclusive byte of rescued worker, Vishwajeet Kumar Verma, who narrates his 17-day ordeal of being trapped in the Silkyara tunnel
— ANI (@ANI) November 29, 2023
"When the debris fell, we knew that we were stuck. For the first 10-15 hours we faced difficulty. But later, a pipe was put in to… pic.twitter.com/65X4afMVvB












Click it and Unblock the Notifications
