પૂર્વ સેનાધ્યક્ષ જનરલ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાયા

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 1 માર્ચ: તમામ અટકળો બાદ આજે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપ કાર્યાલયે આજે તેની ઔપચારિક જાહેરાત કરી દિધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ઔપચારિક રીતે તેમને પાર્ટીનું સભ્ય પદ આપી દિધું છે. તમને જણાવી દઇએ કે વી કે સિંહ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ થયેલા આંદોલનમાં ટીમ અણ્ણા હજારેના સભ્ય રહી ચૂક્યાં છે. વી કે સિંહે પહેલાં આ વાતનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે ભાજપમાં જોડાશે નહી. આ મુદ્દે અણ્ણા હજારે સાથે રકજક થઇ હોવાના સમાચાર આવ્યા હતા.

જનરલ વી કે સિંહ રેવાડીમાં એક રેલી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત રહ્યાં હતા. તે પૂર્વ સૈનિકોની રેલી હતી. જનરલનું ભાજપમાં જોડાવવું પાર્ટી માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

v-k-singh-1

વી કે સિંહે કહ્યું કે આજે દેશને શક્તિશાળી બનાવવા માટે પૂર્વ સૈનિકોની મદદ જરૂર છે. અમે પૂર્વ સૈનિકોને આમંત્રિત કર્યા છે, જેથી તે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકે. તેમણે દેશની સેવાની કરી હવે રાષ્ટ્રનિર્માણનો વારો છે. તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ કે દેશમાં ભાજપની સરકાર બને.

English summary
Former army chief General V K Singh joined BJP today. Party chief Rajnath Singh declared it officially.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.