For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે માતાપિતાએ લગાવી લીધી છે વેક્સીન, તેમના બાળકો માટે ઘાતક નહિ હોય કોરોનાની ત્રીજી લહેરઃ વીકે પૉલ

જે બાળકોના પેરેન્ટ્સે વેક્સીન લગાવી લીધી હોય તે બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર ઘાતક સાબિત નહિ થાય.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઘટી રહી છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી આંકડામાં સામે આવ્યુ કે છેલ્લા 2 મહિના બાદ કોરોનાના કુલ કેસ 1 લાખથી ઓછા આવ્યા છે. જો કે આ રાહતભર્યા સમાચાર વચ્ચે સરકાર અને વૈજ્ઞાનિક કોરોનાની ત્રીજી લહેર માટે ચિંતિત છે જેના માટે કહેવામાં આવ્યુ હતુ કે ત્રીજી લહેર બાળકોને વધુ સંક્રમિત કરી શકે છે પરંતુ હવે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક નહિ હોય. વાસ્તવમાં પીએમ મોદીની કોવિડ મેનેજમેન્ટ ટીમના મુખ્ય સભ્યોમાંના એક વીકે પૉલે કહ્યુ છે કે જે બાળકોના પેરેન્ટ્સે વેક્સીન લગાવી લીધી હોય તે બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર ઘાતક સાબિત નહિ થાય.

coronavirus

વેક્સીન લેનાર પેરેન્ટ્સના બાળકોને સ્પર્શી નહિ શકે ત્રીજી લહેર

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ વીકે પૉલે કહ્યુ કે, 'હજુ એ નિશ્ચિત નથી કે કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે. આરોગ્ય વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જે બાળકોના માતાપિતાએ કોરોનાની રસી લગાવી લીધી હોય તેમના પર ત્રીજી લહેરની અસર ઓછી થશે, ઉલટાનુ તેમના સુધી વાયરસ પહોંચી જ નહિ શકે.' વીકે પૉલે કહ્યુ કે અત્યાર સુધી બાળકોએ વયસ્કોને સમાન સર્પોપ્રવલેન્સ પ્રદર્શિત કર્યા છે જેનો અર્થ છે કે તે વયસ્કોના રૂપમાં વધુ પ્રભાવિત થાય છે.

સોમવારે કેન્દ્ર સરકારે કહ્યુ કે વર્તમાન ડેટા એવુ કોઈ સૂચન નથી આપતો કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક હશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ જે બાળકોની અંદર કોરોનાનુ સંક્રમણ થયુ પણ હોય તો તેઓ તે તેમના પેરેન્ટ્સથી જ ફેલાય છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2021 વચ્ચે નોંધેલા વિવિધ આયુવર્ગ અને ખંડો વચ્ચે સેરોપ્રેવલન્સના ડેટાને શેર કર્યો છે, જેનો અર્થ છે - એક જનસંખ્યામાં રોગજનકનુ સ્તર, જેમ કે રક્ત સીરમમાં માપવામાં આવે છે.

English summary
Vaccinated adults can protect children from Corona third wave: VK paul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X