'વેક્સીન ફ્રેન્ડશીપ' અંતર્ગત ભારતે નેપાળ, મ્યાનમાર સહિત 4 દેશોને રસી મોકલી

ભારત સરકારે કોવિડ રસીની નિકાસ ફરી શરૂ કર્યા બાદ રસીનું પ્રથમ માલ મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશને કોરોના વેક્સીનનું કન્સાઇનમેન્ટ રવિવારના રોજ મોકલવામાં આવ્યું હતું.

નવી દિલ્હી : ભારત સરકારે કોવિડ રસીની નિકાસ ફરી શરૂ કર્યા બાદ રસીનું પ્રથમ માલ મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશને કોરોના વેક્સીનનું કન્સાઇનમેન્ટ રવિવારના રોજ મોકલવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વેક્સીન ફ્રેન્ડશીપ અંતર્ગત ભારતે તેના પડોશી દેશોમાં રસીનો જથ્થો મોકલ્યો છે. જેમાં કોવિશિલ્ડના દસ લાખ ડોઝ મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે અને ઈરાનને કોવેક્સીનના ત્રણ લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

Vaccine Friendship

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજન સાથે રસીની અછતનો પણ સામનો કરવો પડ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રસીની નિકાસ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો. આવા સમયે કોરોનાના કેસમાંથી રાહત મળ્યા બાદ કેન્દ્ર સરકારે 20 સપ્ટેમ્બરના રોજ નક્કી કર્યું હતું કે, વેક્સીન ફ્રેન્ડશીપ હેઠળ ઓક્ટોબરથી રસીની નિકાસ ફરી શરૂ કરવામાં આવશે. ઘણા દેશોએ ભારતના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

દેશમાં રસીકરણની વાત કરવામાં આવે તો આ આંકડો 94 કરોડને વટાવી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર શનિવાર સુધીમાં દેશમાં કુલ 94,70,10,175 લોકોને કોવિડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ દરમિયાન દક્ષિણ ભારતમાં, તમિલનાડુ રાજ્યમાં તાજેતરમાં થયેલા સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે, રાજ્યની 70 ટકા વસ્તીએ કોરોના સામે લડવા માટે એન્ટિબોડીઝ વિકસાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X