For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccination: આરોગ્ય મંત્રીએ વેક્સીનને ગણાવી સંજીવની, કોરોના સામે જંગ ફાઈનલ સ્ટેજમાં

કોરોના મહામારી સામે લડાઈમાં આરોગ્યકર્મઈઓની મહેનત અને બલિદાનની પ્રશંસા કરી. સાથે જ કોરોના વેક્સીનને 'સંજીવની' ગણાવી.

|
Google Oneindia Gujarati News

Health Minister on Corona Vaccination: કોરોના મહામારી સામે લડાઈમાં આજનો દિવસ ઐતિહાસિક છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરી દીધી. ત્યારબાદ દિલ્લી એઈમ્સમાં સેનિટાઈઝેનનુ કામ કરનાર મનીષ કુમારને પહેલી રસી લગાવવામાં આવી. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ત્યાં હાજર હતા. તેમણે કોરોના મહામારી સામે લડાઈમાં આરોગ્યકર્મઈઓની મહેનત અને બલિદાનની પ્રશંસા કરી. સાથે જ કોરોના વેક્સીનને 'સંજીવની' ગણાવી.

harsh

દિલ્લી એઈમ્સમાં હાજર ડૉ.હર્ષવર્ધને (Harsh Vardhan) COVAXINનો એક ડોઝ મીડિયાકર્મીઓને આપી જેને ભારતીય કંપની ભારત બાયોટેકે નિર્મિત કરી છે. મીડિયા સાથે વાત કરીને ડૉ.હર્ષવર્ધને કહ્યુ કે આજે હું બહુ ખુશ અને સંતુષ્ટ છુ. છેલ્લા એક વર્ષથી આપણે કોવિડ-19 સામે પીએમ મોદીના માર્ગદર્શનમાં લડી રહ્યા છે. આ વેક્સીન સંજીવની બૂટીની જેમ કામ કરશે. તેમણે કહ્યુ કે જે રીતે ભારતે પોલિયો અને ચેચક સામે જંગ જીતી છે એ રીતે કોરોના મહામારી સામે લડાઈમાં પણ અમે આ જંગ જીતીશુ. હવે આ લડાઈ ફાઈનલ સ્ટેજમાં છે.

દિલ્લી એઈમ્સમાં શનિવારે સવારથી જ કોરોનાનુ રસીકરણ શરૂ થઈ ગયુ. આ દરમિયાન જ્યારે ત્યાંના સફાઈકર્મી મનીષે રસી લગાવવામાં આવી, તો આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન(Dr Randeep Guleria)પણ હાજર હતા. મનીષ બાદ એઈમ્સ ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાને પણ વેક્સીન લગાવવામાં આવી. એઈમ્સ ઉપરાંત દેશના અલગ અલગ ભાગોમાં પણ આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને કોરોા વાયરસની વેક્સીન આપવામાં આવી રહી છે.

કોરોના રસી અંગે તમને મૂંઝવતા દરેક પ્રશ્નોના જવાબ અહીં મેળવોકોરોના રસી અંગે તમને મૂંઝવતા દરેક પ્રશ્નોના જવાબ અહીં મેળવો

English summary
Vaccine will work as a sanjeevani against COVID-19: Harsh Vardhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X