ભારતમાં મચ્યો હોબાળો, મજા લઇ રહ્યો છે હાફિઝ!

અત્રે નોંધનીય છે કે વૈદિકની આતંકી હાફિઝ સઇદ સાથેની મુલાકાતના મુદ્દા પર આજે રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ વૈદિક અને હાફિઝ સઇદની મુલાકાતનો મુદ્દો ઉઠાવ્યો અને સરકારને પૂછ્યું કે આખરે તે કોની તરફથી મળવા માટે ગયા હતા. જવામાં સરકારે જણાવ્યું કે વૈદિક વરિષ્ઠ પત્રકાર છે અને તેઓ શું કરે છે, કોને મળે છે, તે તેમનો વ્યક્તિગત મામલો છે. તેમાં સરકાર કોઇ દખલગીરી કરી શકે નહીં.
Row in Indian parliament over a journalists meeting with us shows the extremism, narrow mindedness of their politicians. Utterly Shameful.
— Hafiz Muhammad Saeed (@HafizSaeedJUD) July 14, 2014 સરહદ પાર બેઠેલો હાફિઝ સઇદ વૈદિક અને પોતાની મુલાકાત પર ભારતમાં મચેલી રાજકીય ઉથલપાથલ પર મજા માણી રહ્યો છે. પોતાના ટ્વિટમાં લખ્યું છે કે અમે દરેકની સાથે ખુલ્લા દિલથી મળીએ છીએ ભલે તે કોઇપણ દેશ, ધર્મ કે આસ્થાનો વ્યક્તિ હોય. પોતાના પહેલા ટ્વિટમાં પોતાની પીઠ થપથપાવ્યા બાદ સઇદે ભારતવાસીઓ પર નિશાનો સાધ્યો છે.
Dr.Vaidik asked if we would protest Modi's visit to Pakistan, on which I replied, "We don't participate in such 'politics & protests".
— Hafiz Muhammad Saeed (@HafizSaeedJUD) July 14, 2014 સઇદે ટ્વિટ કર્યું છે કે આ દુ:ખદ છે કે ભારતના તથાકથિત ધર્મનિરપેક્ષ લોકો મારી અને પોતાના પત્રકાર વૈદિકની મુલાકાત પચાવી શકતા નથી. આ ભારતીયોની મર્યાદિત વિચારનું વધુ એક ઉદાહરણ છે.












Click it and Unblock the Notifications
