For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંદે ભારત ટ્રેને તોડ્યા રેકોર્ડ, સ્પિડના મામલે બુલેટ ટ્રેનને પણ છોડી પાછળ, આ રૂટ પર ચલાવાશે

મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ દેશમાં બનેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને વધુ એક રેકોર્ડ તોડ્યો છે. આ ટ્રેને ટ્રાયલ રનમાં શૂન્યથી 100 કિમીની સ્પીડ પકડવામાં માત્ર 52 સેકન્ડનો સમય લીધો છે. આટલા ઓછા સમયમાં આ સ્પીડ જાપાની બુલેટ ટ્રેન

|
Google Oneindia Gujarati News

મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ દેશમાં બનેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને વધુ એક રેકોર્ડ તોડ્યો છે. આ ટ્રેને ટ્રાયલ રનમાં શૂન્યથી 100 કિમીની સ્પીડ પકડવામાં માત્ર 52 સેકન્ડનો સમય લીધો છે. આટલા ઓછા સમયમાં આ સ્પીડ જાપાની બુલેટ ટ્રેન કરતા પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વંદે ભારત ટ્રેને સ્પીડના મામલે રેકોર્ડ બનાવ્યો હતો. રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પાટીલે પોતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા ટ્રાયલ રનની સફળતા વિશે માહિતી આપી છે. આ સ્વદેશી ટ્રેન હાલમાં દેશના બે લોકપ્રિય રૂટ પર દોડાવવામાં આવી રહી છે, પરંતુ નવરાત્રીથી ત્રીજા રૂટ પર પણ દોડવાની તૈયારી કરી રહી છે.

વંદે ભારતે તોડ્યો રેકોર્ડ 52 સેકન્ડમાં 100 કીમીની સ્પિડ

વંદે ભારતે તોડ્યો રેકોર્ડ 52 સેકન્ડમાં 100 કીમીની સ્પિડ

ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસે સ્પીડના મામલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ ટ્રેને હાલમાં જ માત્ર 52 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી છે. આ રીતે આ ટ્રેનનું આ ટ્રાયલ રન સફળ રહ્યું છે. અગાઉ આ ટ્રેને શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 54.6 સેકન્ડનો સમય લીધો હતો. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ સ્વદેશી સેમી-હાઈ સ્પીડ ટ્રેન ત્યારે જ સ્પીડના મામલે જાપાનમાં બનેલી બુલેટ ટ્રેનને પાછળ છોડી દીધી હતી, કારણ કે આ હાઈ સ્પીડ ટ્રેનને શૂન્યથી 100 કિમીની સ્પીડ પકડવામાં પણ 55 સેકન્ડનો સમય લાગ્યો હતો.

આ બે રૂટ પર ચાલી રહી છે ટ્રેન

આ બે રૂટ પર ચાલી રહી છે ટ્રેન

ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હાલમાં દેશના બે મહત્વપૂર્ણ અને લોકપ્રિય રૂટ પર દોડી રહી છે, પરંતુ આ તહેવારોની સિઝનમાં તે અન્ય રૂટ પર દોડે તેવી શક્યતા છે. માર્ચ 2022 સુધી, આ ટ્રેન ફક્ત નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને નવી દિલ્હીથી વારાણસી સ્ટેશનો વચ્ચે દોડતી હતી. આ ટ્રેન સૌપ્રથમ 15 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.

નવરાત્રીમાં આ રૂટ પર પણ ચલાવાશે

નવરાત્રીમાં આ રૂટ પર પણ ચલાવાશે

9 સપ્ટેમ્બર, 2022ના રોજ અમદાવાદ-મુંબઈ રૂટ પર રેલવે અધિકારીઓની હાજરીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન આ સ્વદેશી ટ્રેને 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી છે. નવરાત્રીના તહેવારથી આ રૂટ પર આ ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ રૂટ પણ વ્યસ્ત અને લોકપ્રિય રૂટમાં સામેલ છે.

મેક ઇન ઇન્ડિયા મિશન અંતર્ગત બની ટ્રેન

મેક ઇન ઇન્ડિયા મિશન અંતર્ગત બની ટ્રેન

વંદે ભારત ટ્રેનો ચેન્નાઈના પેરામ્બુર ખાતે ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા ડિઝાઈન અને બનાવવામાં આવી છે. તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયા મિશનનો એક ભાગ છે, જેને બનાવવામાં 18 મહિનાનો સમય લાગ્યો હતો. આથી તેને ટ્રેન-18 તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ કોચના નિર્માણ પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જો કે, મોટા પાયે ઉત્પાદનના કિસ્સામાં ઉત્પાદન ખર્ચ ઓછો રહેવાની શક્યતા છે. મૂળ કિંમતોના સંદર્ભમાં, યુરોપમાંથી આયાત કરતી ટ્રેનોની તુલનામાં ખર્ચ 40% ઓછો હોવાનો અંદાજ છે.

160 કીમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે ટ્રેન

160 કીમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અનુકૂળ ટ્રેક મેળવવા પર, તે થોડી સેકંડમાં 140 કિમી સુધીની ઝડપને સ્પર્શ કરવામાં સક્ષમ છે. જો કે ટેસ્ટ દરમિયાન તે 180 કિમીની સ્પીડ સુધી પણ જઈ શકે છે. પરંતુ, જ્યાં સુધી ટ્રેક સંપૂર્ણ રીતે અનુકૂળ ન થાય ત્યાં સુધી આટલી હાઇ સ્પીડ આપવી શક્ય નથી. આ ટ્રેન હાલમાં 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે.

રેલ્વે મંત્રીએ કરી જાહેરાત

રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પાટીલે પોતાના ટ્વિટર હેન્ડલ પર વંદે ભારત એક્સપ્રેસનો પોતાનો જ રેકોર્ડ તોડવાની માહિતી આપતા લખ્યું, 'વંદે ભારત એક્સપ્રેસે નવો રેકોર્ડ બનાવ્યો. માત્ર 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી હતી.

English summary
Vande Bharat train broke records, now it will run on this route
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X