વારાણસી ફક્ત સીટ નહી, પરંતુ કેજરીવાલનું ભવિષ્ય
વારાણસી, 18 એપ્રિલ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે અરવિંદ કેજરીવાલે વારાણસીથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, પરંતુ હવે લાગવા માંડ્યું છે કે અરવિંદ કેજરીવાલનો આ ફેંસલો હવે તેમના માટે પડકાર બની ગયો છે.
અરવિંદ કેજરીવાલ માટે વારાણસી ફક્ત એક સીટ નહી, પરંતુ પ્રતિષ્ઠાનો સવાલ છે. અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મતદારોને એમ કહી રહ્યાં છે કે હું ઝોળી ફેલાવીને ભીખ માંગવા આવ્યો છું, તો તેમની મજબૂરી છે, કારણ કે વારણસીમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. અહી અરવિંદ કેજરીવાલની સાખ જ નહી, પરંતુ આપનું ભવિષ્ય પણ મતદારો પર નિર્ભર રહેશે,જેથી વારાણસી ફતેહ માટે દિલ્હી મોડલ પર રણનિતી બનાવી છે.
જો કોઇ જાદૂ હેઠળ અરવિંદ કેજરીવાલ આ સીટ પરથી જીત પ્રાપ્ત કરે છે તો આ ઇતિહાસ બની જશે કે પાર્ટી નવી ઉંચાઇઓ પર હશે. અને જો આમ ન બન્યું અને પાર્ટી બીજા નંબર પર આવે છે તો તે ફક્ત એક મજબૂત વિકલ્પ તરીકે પણ ઉભરશે અને કોંગ્રેસનું સ્થાન લઇ શકે છે, તો પણ તેને આપની સફળતા તરીકે ગણવામાં આવી શકે છે, પરંતુ જો અરવિંદ કેજરીવાલ ત્રીજા અથવા તેનાથી નીચે રહે છે તો આ પાર્ટીનું ભવિષ્ય ખલાસ થઇ જશે. અત્યારે જે લોકો આ પાર્ટીને ગંભીરતાપૂર્વક લઇ રહ્યાં છે, તેમનો મોહભંગ થઇ શકે છે.

વારાણસી લોકસભા સીટમાં પાંચ વિધાનસભા આવે છે. આપનું પ્લાનિંગ છે કે અરવિંદ કેજરીવાલ દરેક વિધાનસભાને લગભગ 4 દિવસ આપે. તે ડોર ટૂ ડોર કેમ્પેનિંગ કરશે અને કેટલીક નુક્કડ સભા પણ કરશે. અરવિંદ કેજરીવાલની બધી જ જવાબદારી દિલ્હીની ટીમ જોઇ રહી છે. નુક્કડ નાટકની ટીમ પણ દિલ્હીથી ત્યાં ગઇ છે અને સોશિયલ મીડિયાથી માંડીને મેનેજમેન્ટ ટીમ પણ. જ્યાં પણ પોલિંગ થાય છે, ત્યાંની ટીમ અહી પહોંચી જાય છે, પરંતુ જોવા જેવી વાત એ છે કે શું અરવિંદ કેજરીવાલ આમ કરવામાં સફળ થાય છે.












Click it and Unblock the Notifications
