બેંગલોરમાં તમામ ગણેશ પંડાલમાં લગાવાશે વીર સાવરકરની ફોટો
ગણેશ ઉત્સવની સમગ્ર દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બેંગ્લોર મહાનગર ગણેશોત્સવ સમિતિ પણ તેની તૈયારીઓ કરી રહી છે. BBMP ચીફ કમિશનર તુષાર ગિરિનાથે સોમવારે ગણેશોત્સવના તમામ કાર્યક્રમો સંબંધિત સમિતિ સાથે બેઠક યોજી હતી. આ દ
ગણેશ ઉત્સવની સમગ્ર દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બેંગ્લોર મહાનગર ગણેશોત્સવ સમિતિ પણ તેની તૈયારીઓ કરી રહી છે. BBMP ચીફ કમિશનર તુષાર ગિરિનાથે સોમવારે ગણેશોત્સવના તમામ કાર્યક્રમો સંબંધિત સમિતિ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ગણેશ ચતુર્થી સંબંધિત તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે. સમિતિના સભ્ય પ્રકાશ રાજુએ જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થી યાત્રા 2,3,4 સપ્ટેમ્બર અને ત્યારબાદ 9,10,11 સપ્ટેમ્બરે નીકળશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે તમામ પંડાલમાં વિનાયક દામોદર સાવરકરની તસવીર લગાવવામાં આવશે.

પ્રકાશ રાજુએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઝાંખીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી પણ કાઢવામાં આવશે. સમિતિએ પોતાનો રિપોર્ટ આપી દીધો છે અને BBMPને તમામ જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. જેમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવી, કાર્યક્રમ દરમિયાન સ્ટ્રીટ લાઇટો સુચારૂ રાખવી જરૂરી છે. આ ઉપરાંત બીબીએમપીને પણ તળાવ પાસે ક્રેઈન તૈનાત કરવા અપીલ કરવામાં આવી છે. હેબ્બલ, સાંકી, ઉલસૂર, યેદિયુર ખાતે મૂર્તિ વિસર્જન દરમિયાન ક્રેન્સ તૈનાત કરવામાં આવે.
તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના અવસર પર બેંગ્લોરમાં તમામ માંસની દુકાનો બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના અવસર પર મોટા પાયે માંસના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નાગરિક સંસ્થા બૃહત બેંગલુરુ મહાનગર પાલીકે સોમવારે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થીના અવસર પર પ્રાણીઓની કતલ અને માંસના વેચાણ પર પ્રતિબંધ રહેશે. બેંગ્લોરમાં માંસ પર પ્રતિબંધ પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તે દેશના બંધારણની વિરુદ્ધ છે. હું શું ખાઈશ, શું પહેરીશ એ સરકાર નક્કી નહીં કરે. કર્ણાટકમાં 80 ટકા લોકો માંસ ખાય છે, સરકારે માંસ પર પ્રતિબંધ મૂકીને ગરીબોને સજા કરી છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
