મોઇલી કરાવશે ગડકરીની તપાસ, વાઢેરા અંગે ચુપ્પી

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટિંગ ઓપરેશનમાં ગડકરીના પૂર્તિ ગ્રૂપની સામે ઘણી વિવાદાસ્પદ ખુલાસાઓ સામે આવ્યા હતા. ગડકરી જ્યારે મહારાષ્ટ્રના પીડબલ્યુડી મંત્રી હતા ત્યારે તેમણે કોઇ ખાસ કંપનીને ફાયદો પહોંચાડ્યો હોય તેવું બની શકે છે. જોકે મોઇલીએ ગડકરી મામલે તપાસ કરવાની વાત તો કરી પણ વાઢેરા અંગે તપાસ અંગેના સવાલ પર તેમણે ચૂપકીદી સાધી હતી.
આ અંગે બીજેપીએ જણાવ્યું કે ગડકરી સામે લાગેલા આરોપોની તપાસ કરવા માટે ખુદ નિતિન ગડકરી જ તૈયાર છે, પરંતુ સરકાર રોબર્ટ વાઢેરાની સામે લાગેલા આરોપોની તપાસ કરવામાં કેમ ખચકાય છે.
ભ્રષ્ટાચારના મુદ્દા પર બીજેપીના પ્રવક્તા નિર્મલા સીતારમણે પૂર્વ સ્ટીલમંત્રી વીરભદ્રસિંહ પર લાગેલા આરોપોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે વીરભદ્રનો કેસ એકદમ સાફ છે તો પણ તેમની પર કોઇ કાર્યવાહી કેમ થતી નથી.












Click it and Unblock the Notifications
