દિલ્હીના મહરૌલીમાં શાકભાજી વેચનારાઓને થયો કોરોના, સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો

દિલ્હીના મહરૌલીમાં શાકભાજી વેચનારાઓને થયો કોરોના, સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો

નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં 1229 નવા મામલા સામે આવ્યા છે અને 34 લોકોના મોત થયાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 21700 થઈ ગઈ છે, જેમાં 16689 સક્રિય છે, 4325 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અથવા હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે અને 686 લોકોના મોત થયાં છે. આ દરમિયાન દિલ્હીથી એક એવા સમાચાર આવ્યા છે જેણે હડકંપ મચાવી દીધો છે. અહીંના મહરૌલીના વોર્ડ નંબર ત્રણમાં બુધવારે એક શાકભાજી વેચનારાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. બાદમાં તપાસમાં તેના પરિવારના છ સભ્યોમાં સંક્રમણના લક્ષણ જણાયા છે. તે બધાના સેમ્પલ તપાસ માટે મોકલી આપવામા આવ્યાં છે.

શાકભાજી વેચનારાઓને થયો કોરોના

શાકભાજી વેચનારાઓને થયો કોરોના

સાઉથ દિલ્હીના જિલ્લાધિકારી બીએમ મિશ્રાએ જણાવ્યું કે તપાસમાં માલૂમ પડ્યું કે કોરોનાના લક્ષણ વિકસિત થયા બાદ તેમણે પોતાની દુકાનમાં બેસવું બંધ કરી દીધું હતું. તે ડીટીસી ટર્મિનમમાં શિફ્ટ કરવામાં આવેલ મંડીમાં સામેલ નહોતો થયો. તેમણે જણાવ્યું કે શાકભાજી વેચનારાઓના સંપર્કમાં આવનારા લોકોના સેમ્પલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જો કે તેમના પરિણામની પ્રતીક્ષા છે. જિલ્લાધિકારી બીએમ મિશ્રાએ લોકોને અપીલ કરી કે તેમની આસપાસના વિક્રેતાઓથી સામાન લેતા પહેલા તેનામાં કોઈ લક્ષણ તો નથી દેખાતા તે ચકાસી લો. જો કે તેમણે એમ પણ અપીલ કરી કે આ દરમિયાન કોઈપણ વેંડર સાથે દુર્વ્યવ્હાર કરવામમાં ના આવે. જો કોઈ વેંડરમાં આવા લક્ષણ દેખાય તો તેના વિશે જિલ્લાની હેલ્પલાઈન અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને સૂચિત કરે જેથી યોગ્ય સમયે તેની તપાસ કરી શકાય.

દિલ્હીમાં 92 વિસ્તાર કંટેનમેન્ટ જોન ઘોષિત

કોરોનાના ખતરાને જોતા દિલ્હીમાં 92 વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને દરરોજ આ સંખ્યા વધી રહી છે. એવામાં ટેસ્ટિંગ સાથે કંટેનમેન્ટ ઝોનમાં વ્યવસ્થા બનાવવી સરકાર માટે મોટો પડકાર બની ગયો છે. એરિયા સીલ કરાયા બાદ કોઈને પણ અવરજવરની મંજૂરી નથી હોતી.

24 કલાકમાં દિલ્હીમાં 128 નવા મામલા

ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના 128 નવા મામલા સામે આવ્યા છે જ્યારે 2 દર્દીએ દમ તોડી દીધો છે. જે બાદ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીની કુલ સંખ્યા વધીને 2376 થઈ ગઈ છે. પાછલા 2ચૂક્યા છે. 24 કલાકમાં દિલ્હીમાં 84 દર્દી ઠીક થઈ ચૂક્યા છે. કોરોનાથી અત્યાર સુધી ઠીક થનાર દર્દીની સંખ્યા 808 થઈ ગઈ છે. જ્યારે 1518 કેસ હજી પણ એક્ટિવ મોડમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X