ગુજરાત અને એમપીમાં ભારે વરસાદનું એલર્ટ, વિજળી પડવાની સંભાવના

હવામાન વિભાગે આજે પણ ગુજરાત અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે.

સતત વરસી રહેલા વરસાદે ગુજરાત અને મધ્યપ્રદેશના હાલ બેહાલ કરી દીધા છે લોકોનુ સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. હવામાન વિભાગે આજે પણ ગુજરાત અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે. સ્થિતિને જોતા આ વિસ્તારોમાં એનડીઆરએફને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

આ વિસ્તારોમાં પણ થશે ભારે વરસાદ

આ વિસ્તારોમાં પણ થશે ભારે વરસાદ

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, હિમાલયની આસપાસના વિસ્તારો, બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

વિજળી પડવાની પણ સંભાવના

વિજળી પડવાની પણ સંભાવના

બિહાર, ઝારખંડ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વિજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એવામાં લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.

મધ્ય પ્રદેશના 32 જિલ્લાઓમાં ભારે વરસાદનુ એલર્ટ

મધ્ય પ્રદેશના 32 જિલ્લાઓમાં ભારે વરસાદનુ એલર્ટ

હવામાન વિભાગે આ પહેલા આગામી 24 કલાક માટે મધ્ય પ્રદેશના 32 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ હતુ. આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા છે.

ત્રણ સિસ્ટમ સક્રિય

ત્રણ સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે..

રેડ એલર્ટઃ હરદા, હોશંગાબાદ, નીમચ, મંદસૌર, રાયસેન, નરસિંહપુર, સીહોર અને રતલામ

ઓરેન્જ એલર્ટઃ બડવાની, દમોહ, દેવાસ, ધાર, ઈન્દોર, રાજગઢ, વિદિશા અને ઉજ્જૈન

યલો એલર્ટઃ ભોપાલ, આગર, અલીરાજપુર, અશોકનગર, બાલાઘાટ, બૈતુલ, બુરહાનપુર, છિંદવાડા, ગુના, જબલપુર, ખંડવા, ખરગોન, મંડલા, શાહપુર, સાગર અને સિવની

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X