For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Forecast: હવામાને કરવટ બદલી, આ રાજ્યોમાં થઈ શકે ભારે વરસાદ

Weather Forecast: હવામાને કરવટ બદલી, આ રાજ્યોમાં થઈ શકે ભારે વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે હવામાને કરવટ લીધી છે, જેનાથી ખેડૂતો દુખી થી શકે છે. સ્કાઈમેટ વેધર મુજબ આજે અને કાલે દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ થવાની આશંકા છે, સ્કાઈમેટે આગલા 24 કલાક દરમિયાન ગુજરાત, દક્ષિણી રાજસ્થાન, કોંકણ ગોવા અને પશ્ચિમી મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, કોહિમા, ઉત્તરાખંડ, યૂપી, બિહાર, ઝારખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે કેટલીય જગ્યાએ આગલા 2-3 દિવસ સુધી આંધી ઉઠી શકે છે.

આ જગ્યાએ ભારે વરસાદની આશંકા

આ જગ્યાએ ભારે વરસાદની આશંકા

ભારતીય હવામાન વિભાગ મુજબ આગલા પાંચ દિવસ સુધી પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરા, આસામ-મેઘાલય, કેરળ-માહે અને કર્ણાટકમાં આલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે તેમણે કહ્યું કે બિહાર, આસામ, મેઘાલય, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં 40-50 કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે કરા પડી શકે છે, હવામાન ખાતા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં પણ ખરાબ મોસમ રહેવાની ઉમ્મીદ છે.

દિલ્હી-એનસીઆરમાં મોસમ મિજાજ બદલશે

દિલ્હી-એનસીઆરમાં મોસમ મિજાજ બદલશે

જ્યારે દિલ્હી-એનસીઆરમાં ગરમી કે તેજ ધૂપ વધુ પરેશાન નથી કરી રહ્યા. પશ્ચિમી વિક્ષોભને પગલે દિલ્હી-એનસીઆરના મોસમમાં આવેલ બદલાવે ભીષણ ગરમીની અસરને ઘટાડી દીધી છે, ભારતીય હવામાન વિભાગ મુજબ બુધવારે પણ દિવસભર મોસમ સાફ બન્યું રહેશે, જ્યારે આગલા દિવસે બુધવારે તેજ હવા સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે તેજ વરસાદની સાથે કરા પડવાની સંભાવના જતાવી છે.

આગામી 24 કલાક દરમિયાન તેજ વરસાદ થઈ શકે છે

જ્યારે આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, ઉત્તરી છત્તીસગઢના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાના આસાર છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં તેજ હવા સાતે મૂસફળધાર વરસાદ થઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બીહારમાં પણ વરસાદ જોવા મળી શકે છે જ્યારે બાગપત, બુલંદશહર, મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તરી અને દક્ષિણી દિલ્હીમાં તેજ હવાઓ સાથે ધૂળ ભરેલી આંધી ચાલશે અને ગાજવીજ સાથે વરસાદ થશે. જેનાથી ફરીદાબાદ, નોયડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, હાપુડ, ઝજ્જર, મેહરૌત, રોહતક, શાહદરા, સોનીપત વગેરે પ્રભાવિત થશે, એટલું જ નહિ હરિયાણામાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે. અહીં તેજ હવાઓ ફૂંકાઈ શકે છે.

આ વર્ષે સામાન્ય રહેસે મૉનસૂન

આ વર્ષે સામાન્ય રહેસે મૉનસૂન

હવામાન વિભાગે આ વર્ષે મૉનસૂન વિશે જાણકારી આપતા કહ્યું કે આ વર્ષે દેશમાં મૉનસૂન સામાન્ય રહેશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચીવ માધવન રાજીવને જાણકારી આપતા કહ્યું કે મૉડલ એરરને ધ્યાનમાં રાખતા દીર્ઘ અવદી મૉનસૂનમાં 5 ટકાની વધ-ઘટ થઈ શકે છે, પૂર્વાનુમાન મુજબ 2020 દરમિયાન મૉનસૂન સામાન્ય રહેશે.

World Earth Day 2020: પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા, જાણો 22 એપ્રિલે જ કેમ મનાવાય છે આ દિવસWorld Earth Day 2020: પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા, જાણો 22 એપ્રિલે જ કેમ મનાવાય છે આ દિવસ

English summary
Very Heavy Rain expected in Nagaland, Tripura, MP, Bihar and North East next Few Hours, so be Alert says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X