IMD: આ 7 રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની ચેતવણી
સમગ્ર ભારતમાં ઘણા રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દેશના ઉત્તરી અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર ચાલુ જ છે. હિમાચલ, કેરળ, ઉત્તરાખંડમાં વરસાદના કારણે વિનાશ વેરાયેલો છે. સમગ્ર ભારતમાં ઘણા રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ સહિત ઘણા રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી છે. સાથે બુધવારે પૂર્વી રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરી અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદ યથાવત
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી બે દિવસમાં 17 લોકોના જીવ જતા રહ્યા. બીજી તરફ હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 24 લોકોના મોત નીપજ્યા છે. હવામાન વિભાગે જણાવ્યુ કે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી દેશભરમાં 626 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે. આ સામાન્ય 612 મિમીથી લગભગ 2 ટકા વધુ છે.

દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના
વિભાગ અનુસાર આજે કોગાડુ, ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ક્ષેત્રોને વરસાદથી રાહત મળવાની અપેક્ષા છે. ચોમાસુ સક્રિય રહેવાના કારણે કોડાગુ, ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓના પશ્ચિમી તટ પર આગામી બે દિવસ ઝડપી પવન સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.

આંધી-તોફાનની પણ ચેતવણી
આ ઉપરાંત બિહાર, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ સાથે આંધી-તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે. આજે અરબ સાગર અને બંગાળની ખાડીમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
