Alert: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

સ્કાઈમેટે તમિલનાડુમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવનાને જોતા રેડ એલર્ટ જારી કર્યુ છે.

હાલમાં કર્ણાટકમાં ભારે વરસાદથી લોકો ત્રસ્ત છે, સતત વરસી રહેલા વરસાદના કારણે ઘણી નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. રાજ્યના ઘણા પ્રભાવિત જિલ્લાઓમાં પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘરો અને શાળાઓ તેમજ બેંકો સહિત સરકારી બિલ્ડીંગોમાં ઘૂસી ગયુ છે. આ સ્થિતિ તમિલનાડુ અને કેરળની પણ છે.

સ્કાઈમેટે આપી ચેતવણી

સ્કાઈમેટે આપી ચેતવણી

સ્કાઈમેટે તમિલનાડુમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવનાને જોતા રેડ એલર્ટ જારી કર્યુ છે. ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

ઉત્તર-પૂર્વી મૉનસુને કર્યા લોકોને હેરાન

ઉત્તર-પૂર્વી મૉનસુને કર્યા લોકોને હેરાન

સ્કાઈમેટના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વી મૉનસુન તમિલનાડુ પર સતત સક્રિય બનેલુ છે અને આના કારણે ગયા 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો અને આવનારા 24 કલાકમાં પણ ભારે વરસાદ થવાનુ અનુમાન છે.

કરાઈકલ, સલેમ, ટૉડી, આદિરામપટ્ટિનમ અને મદુરાઈમાં ભારે વરસાદ

કરાઈકલ, સલેમ, ટૉડી, આદિરામપટ્ટિનમ અને મદુરાઈમાં ભારે વરસાદ

કરાઈકલ, સલેમ, ટૉડી, આદિરામપટ્ટિનમ અને મદુરાઈ જેવી જગ્યાઓએ વરસાદ ચાલુ છે. ચેન્નઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાના અણસાર છે. વળી, કેરળમાં 23 ઓક્ટોબરે પૂર સ્થિતિ બની શકે છે. પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X