For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર અંગે વિહિપે બોલાવી દેશભરના સંતોની બેઠક

વિશ્વ હિંદુ પરિષદે (વિહિપ) પાંચ ઓક્ટોબરે દિલ્હીમાં સંતોની બેઠક બોલાવી છે. જેમાં દેશભરમાંથી 36 સંતોને બોલાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ હિંદુ પરિષદે (વિહિપ) પાંચ ઓક્ટોબરે દિલ્હીમાં સંતોની બેઠક બોલાવી છે. જેમાં દેશભરમાંથી 36 સંતોને બોલાવ્યા છે. વિહિપે આ બેઠક અયોધ્યામાં રામ મંદિર માટે આંદોલન પર વિચાર કરવા માટે બોલાવી છે. બેઠકમાં રામ મંદિર અને કાર સેવા પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. બેઠક માટે વિશ્વ હિંદુ પરિષદના બધા સંતોને પત્ર જારી કરીને તેમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યુ છે.

રામ મંદિર અંગે વિચાર-વિમર્શ

રામ મંદિર અંગે વિચાર-વિમર્શ

જણાવવામાં આવ્યુ છે કે બેઠકમાં વિશ્વ હિંદુ પરિષદ આ સંતો સાથે બેસીને નિર્ણય લેશે કે રામ મંદિર અંગે આગળની રણનીતિ શું હશે. વિહિપ નેતાઓનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટમાંથી હાલમાં આ મામલે કોઈ ચૂકાદો આવતો નથી દેખાઈ રહ્યો. એવામાં આના પર બેઠકમાં વાત થશે કે મંદિર બનાવવા માટે રસ્તો કેવી રીતે તૈયાર થાય. એટલા માટે સંતોની બેઠક 5 ઓક્ટોબરે બોલાવવામાં આવી છે. બેઠક બાદ વિહિપ તરફથી કારસેવાનું એલાન થઈ શકે છે.

આ પણ વાંચોઃ ‘મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો'આ પણ વાંચોઃ ‘મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો'

સુપ્રિમ કોર્ટમાં રોજ સુનાવણીની કરશે માંગ

સુપ્રિમ કોર્ટમાં રોજ સુનાવણીની કરશે માંગ

વિહિપ તરફથી કહેવામાં આવ્યુ છે કે સુપ્રિમ કોર્ટમાં તે વિશ્વાસ કરે છે અને અદાલતમાં મંદિર નિર્માણનો પક્ષ પણ ઘણો મજબૂત છે. અમે કોર્ટમાંથી રામ મંદિર મામલે રોજ સુનાવણી કરવાની માંગ કરીશુ જેથી આના પર ચૂકાદો આવી શકે પરંતુ જો તેમાં મોડુ થશે તો સંત સમાજ તેના પર પગલાં લેશે.

તોગડિયા પણ કરી રહ્યા છે મંદિરની માંગ

તોગડિયા પણ કરી રહ્યા છે મંદિરની માંગ

વિહિપથી અલગ થઈને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ બનાવી ચૂકેલા પ્રવીણ તોગડિયા પણ સતત રામ મંદિર અંગે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર હુમલો કરતા રહે છે. તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ અંગે રેલીનું આયોજન કર્યુ છે. તોગડિયા 21 ઓક્ટોબરે લખનઉથી અયોધ્યા સુધી રેલી કાઢશે. તોગડિયાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણ અંગે ગંભીર જણાતી નથી એટલા માટે સરકારને જગાડવા માટે 21 ઓક્ટોબરે લખનઉથી અયોધ્યા સુધી તેમનું સંગઠન રેલી કાઢશે.

આ પણ વાંચોઃ રાફેલમાં કોનો થયો ‘સોદો'? સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદઆ પણ વાંચોઃ રાફેલમાં કોનો થયો ‘સોદો'? સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદ

English summary
VHP calls meeting with 36 saints on Oct 5 likely to resume Ram Mandir movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X