Video: દારૂના નશામાં ચૂર વ્યક્તિ સાંઢ ને લડવાથી રોકવા ગયો

દારૂના નશામાં ઘણા લોકો એવા કામ કરી નાખે છે જેમનો તેમને પસ્તાવો થાય છે. દારૂના નશામાં ઘણા લોકો ખુબ જ અજીબ હરકતો કરે છે.

દારૂના નશામાં ઘણા લોકો એવા કામ કરી નાખે છે જેમનો તેમને પસ્તાવો થાય છે. એક વ્યક્તિએ દારૂના નશામાં એક દેશથી બીજા દેશ કેબ બુક કરી નાખી હતી. દારૂના નશામાં ઘણા લોકો ખુબ જ અજીબ હરકતો કરે છે. પરંતુ એક વ્યક્તિએ જે કર્યું છે તેવું કરવાની હિમ્મત ભાગ્યે જ કોઈમાં જોવા મળે. એક વ્યક્તિ દારૂના નશામાં રસ્તા પર બે સાંઢની લડાઈ રોકવા લાગ્યો. આ વ્યક્તિનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

video

ઈન્ટરનેટ પર વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બે બળદની લડાઈ રોકી રહ્યો છે. આ વ્યક્તિને બિલકુલ ભાન નથી તે દારૂના નશામાં ચૂર છે. છત્તીસગઢના કોરબા માં રહેનાર વ્યક્તિ બે બળદને લડતા જોતાની સાથે જ તેમની વચ્ચે કૂદી પડે છે.

આ વ્યક્તિ બંને બળદને પકડીને તેમને શાંત કરવાની કોશિશ કરે છે. પાછળ ઉભેલો વ્યક્તિ તેને આવું કરવાથી રોકે પણ છે. પરંતુ નશામાં ચૂર વ્યક્તિ તેની વાત માનતો નથી અને બંને બળદની વચ્ચે આવવા લાગે છે. થોડા સમયમાં એક બળદ તે વ્યક્તિને પોતાના સિંગડા મારીને તેને પટકી નાખે છે. ત્યારપછી બંને બળદ ફરી લડવા લાગી જાય છે અને તે વ્યક્તિ નીચે બેસીને તેમને જોયા કરે છે. કહેવામાં આવે છે કે આ વીડિયો જૂનો છે પરંતુ ઈન્ટરનેટ પર તેને હાલમાં જ શેર કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X