Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: CM યોગીને પગે લાગ્યો પત્રકાર, ભડક્યા લોકો

યોગી આદિત્યનાથને પગે લાગતા પત્રકારનો વીડિયો વાયરલ મીડિયા પર ભડક્યા લોકો આ અંગે વધુ વાંચો અહીં...

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર અનેકવાર આરોપ મુકાયો છે કે, તેઓ મીડિયાને પોતાના દબદબા હેઠળ રાખે છે. જો કે, અનેક પ્રયત્નો છતાં આ વાત સાબિત નથી થઇ શકી. હવે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે આ દલીલ ફરી જીવંત કરી છે. આ વાયરલ વીડિયોમાં એક પત્રકાર સીએમ યોગીને પગે લાગતો જોવા મળે છે અને તેના હાથમાં સમાચાર એજન્સિના એએનઆઈનું માઇક છે. આ વીડિયો બાદ સોશ્યલ મીડિયા પર દલીલો શરૂ થઇ છે.

yogi adityanath

કેટલાકે લખ્યું કે, 'સીએમ યોગીએ એએનઆઈને ખરીદી લીધું છે', તો કેટલાકે લખ્યું કે 'મીડિયા રાજનેતાઓના હાથની કઠપૂતળી છે. મીડિયામાં એ જ ખબરો પ્રસારિત થાય છે, જે યોગીજી અપ્રૂવ કરે.' આ વીડિયોમાં જોવા મળતા પત્રકારનું નામ હજુ જાણવા નથી મળ્યું. આ વીડિયોને કારણે લોકો એએનઆઇને પણ ટ્રોલ કરી રહ્યાં છે. લોકોએ મીડિયાની પણ કડક શબ્દોમાં ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે, આ ખૂબ શરમજનક છે અને જો આ વાત સાચી હોય તો આ લોકતંત્રના ચોથા સ્તંભની ગંદી તસવીર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X